HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલના જર્જરિત ગેટને રીપેર કરવા માગ

મોરબી સિવિલ હોસ્પિટલના જર્જરિત ગેટને રીપેર કરવા માગ

મોરબી સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી પીએમની મુલાકત બાદ ફરી એકવાર સામે આવી ગઈ છે પીએમની મુલાકાત પહેલા હોસ્પિટલમાં રંગ રોગાન,ટાઈલ્સ ફીટીંગ અને પાણીનું કુલર બદલવા સહિતની કામગીરી કરવામાં આવી હતી જે બાદ હોસ્પિટલ તંત્રની કામગીરીની પદ્ધતિ અને હોસ્પિટલની સ્થિતિ મુદે ફરી એકવારચર્ચાનું કારણ બની છે ત્યારે મોરબીના સમાજિક કાર્યકર દ્વારા જિલ્લા કલેકટર અને સિવિલ સુપ્રિટેનડન્ટને પત્ર લખી મોરબી સિવિલ હોસ્પિટલના મેઈન ગેટ બાબતે ધ્યાન દોર્યું છે પત્રમાં જણાવ્યા મુજબ આ ગેટ ખુબ જુનો અને જર્જરિત અવસ્થામાં છે અહીંથી દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ તેમના સબંધીઓ,ડોક્ટર અને મેડીકલ સ્ટાફ સહિતના લોકોની સતત અવર જવર રહે છે . હોસ્પિટલમાં પતરા પણ લટકી રહ્યા છે જે ગમે ત્યારે કોઈના પર પણ પડી શકે છે ત્યારે આવી દુર્ઘટના બને તે પહેલા આ ગેટનો જર્જરિત ભાગ ઉતારી લઇ વહેલી તકે રીપેર કરવામાં આવે તેવી માગણી સામાજીક કાર્યકર રાજુભાઈ દવે,જગદીશભાઈ બાંભણિયા,અશોક ખરચરિયા જીજ્ઞેશ પંડ્યા દ્વારા કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW