મોરબીના ઝુલતા પુલની ગોજારી ઘટનામાં 135 નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે ત્યારે રાજ્યભરમાં આ ઘટનાને લઇ શોકનો માહોલ છવાયો છે અને ઠેર ઠેર મૃતકોની યાદમાં શ્રદ્ધાંજલી સભા અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીની સેવાભાવી સંસ્થા અનસ્ટોપેબલ વોરીયર્સની ટીમે શુક્રવારે સાંજના સમયે મૌન કેન્ડલ માર્ચ કરી હતી તેમજ મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી આ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં અન સ્ટોપેબલ વોરીયર્સની સમગ્ર ટીમ તેમજ આસપાસ વિસ્તારમાં રહેતા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા
મોરબીના બગથળા ગામમાં પણ કેન્ડલ માર્ચ અને શોકસભાનું આયોજન

ઝુલતા પુલની દુઘટના બાદ ઠેર ઠેર મૃતકોની સ્મૃતિ અને તેમના પવિત્ર આત્માની શાંતિ માટે વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના બગથળા ગામમાં પણ શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત બગથળા ગામ દ્વારા કેન્ડલ માર્ચ યોજી હતી અને મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી

