HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસેથી ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતુ પીકઅપ વાન...

વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસેથી ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતુ પીકઅપ વાન ઝડપાયું,

વાંકાનેર બાઉન્ડ્રી નજીક અવારનવાર અલગ અલગ વાહનમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે અને પોલીસ આવી હેરાફેરીને નિષ્ફળ બનાવતું હોય છે ત્યારે આજે ફરી એકવાર પોલીસે વધુ એકવાર ગેરકાયદે દારૂની હેરાફેરી પકડી પાડી હતી બનાવની મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પી આઈ કે જે ચૌહાણની સુચનાથી મોરબી એલસીબીની ટીમ પેટ્રોલીગ હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાંકાનેર બાઉન્ડ્રી પાસે એક પીક અપ વાનમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને રાજુભાઈ નરસુંભાઈ ડામોરઅને ચંદુભાઈ મંગળસિહ નમન બે શખ્સને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ ૩૮ હજારની કિમતની ૯૫ બોટલ વિદેશી દારૂ 3 લાખની કિમતની જીજે 7 વાય ઝેડ 1750 નંબરની વાહન અને મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂ 3.49 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW