મોરબીની જાહેર જનતાના સાથ અને સહકારથી મોરબી પાંજરાપોળમાં નાના મોટા 4200 પશુઓનું પાલનપોષણ થાય છે ત્યારે આ પાંજરાપોળના લાભાર્થે મોરબીના સરદારબાગ સામે, રવાપર રોડ પટેલ પાન સામે અને મહેન્દ્રનગર ચોકડી ખાતે ફટાકડાના સ્ટોલ શરુ કરવામાં આવ્યા છે જેથી ફટાકડાના આ ત્રણ સ્ટોલ પરથી સેવાભાવથી ફટાકડાની ખરીદી કરીને પુણ્યના કામમાં સહભાગી બનવા મોરબી સીરામીક એસોસિયેશનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, કિરીટભાઈ પટેલ અને એસોસિયેશનના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા દ્વારા અપીલ કરવામાં આવી છે.

