HomeGujaratભાવનગરમાંથી નકલી નોટોનો કાળો કારોબાર ઝડપાયો, 1.39 કરોડની નકલી નોટ જપ્ત

ભાવનગરમાંથી નકલી નોટોનો કાળો કારોબાર ઝડપાયો, 1.39 કરોડની નકલી નોટ જપ્ત

ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે મોડીરાત્રે શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં ભારતીય ચલણની અંદાજે 1.39 કરોડની નકલી નોટો સાથે પાંચ ઈસમોને રંગેહાથ ઝડપી નલી નોટોના કાળા કારોબારને ઝડપી પાડ્યું હતું.

પોલીસે તમામ વિરૂદ્ધ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.ઉલ્લેખનિય છે કે,ભાવનગરમાં આટ્લી મોટી રકમની નકલી નોટો ઝડપાઈ હોવાનો સંભવતઃ આ પ્રથમ બનાવ છે. સમગ્ર પ્રકરણને લઈ ભારે ચકચાર મચી છે.ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ખળભળાટસાથે ચક્ચાર મચાવતા બનાવની વિગત એવી છે કે,દેશને ખોખલું કરવાના બદઈરાદે બજારમાં નકલી નોટો ઘુસાડવાની પેરવી ચાલતી હોવાની ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને બાતમી મળી હતી. આ બાતમીમાં એવા ઉલ્લેખ કરાયો હતો કે, શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલાં એક રહેણાંકી મકાનમાં ગેકાયદે રીતે મોટાપાયે નકલી નોટોનું છાપકામ ચાલી રહ્યું છે.

બાતમીના આધારે ટીમે ઉક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. જયાં પાંચ ઈસમોને નકલી નોટોના મસમોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યાનુંસાર સ્થળ પરથી પોલીસને રૂ.1 કરોડ 39 લાખ બે હજારની કિંમતની નકલી નોટો મળી આવી હતી. સાથે જ સ્થળ પરથી નકલી નોટોના કાગળ અને છાપકામ માટે ઉપયોગમાં લેવાતું કલર પ્રિન્ટર કબ્જે લેવાયું હોવાનું પોલીસ સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW