આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સરકારી વિભાગ દ્વારા અલગ અલગ આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી તા. 10 ને સોમવારના રોજ મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે એસબી નાની બચત અંતર્ગત અનુસંધાનમાં પોસ્ટલ વિકની ઉજવણી કરવામાં આવી રહી છે જે અનુસંધાનમાં એક એસબી મહા મેળો રાખવામાં આવેલ છે. આ મેળામાં ખાતાધારકોને બચત માટેના રોકાણ માટે સમજાવવામાં આવશે અને દરેક કેટેગરીમાં કેટલું વ્યાજ મળે છે તેમજ વધુ વળતર મળે તેવી યોજનાના ફોર્મ સ્થળ પર ભરી આપવામાં આવશે.
ભારતીય ટપાલ વિભાગ પોસ્ટલ ડે સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબીના માનવંતા ગ્રાહકો આ કેમ્પનો લાભ લે તે માટે પોસ્ટ માસ્તર જે આર રાવલ તેમજ પ્રશાંતભાઈ પાટીલે તેમનો સ્થળ પર સંપર્ક કરી આ કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવ્યુ છે તેમજ તારીખ 11-10-22 ના રોજ આર પી એલ આઈ અને પી એલ આઈ કેમ્પ રાખવામાં આવે છે. ભારતીય ટપાલ વિભાગ આર પી એલ આઈ અને પી એલ આઈ માં શ્રેષ્ઠ બોનસની ચુકવણી કરે છે. પી એલ આઈ સરકારી કર્મચારીઓ ઉપરાંત પ્રોફેશનલ ડીગ્રીધારકો લઈ શકે છે તેમજ આર પી એલ આઈ ગ્રામીણ વિસ્તારના નાગરિકો જેની ઉંમર 18 થી 50 છે તે આ યોજનાનો લાભ લઈ શકશે તો સવારના 9 થી 5 કલાક દરમિયાન આ કેમ્પ ચાલુ રાખવામાં આવશે તેમ મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર જે આર રાવલે જણાવ્યું હતું.

