મોરબી એલસીબી ની ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે લીલાપર ગામ નજીક લીલાપર ચોકડીથી એક કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળી જગ્યાએથી એલસીબીની ટીમે રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડી નંબર GJ-13-CC-4756 કારને અટકાવી તલાસી લીધી હતી અને તેમાંથી મોટા પાયે દેશી દારૂની હેરાફેરી સામે આવી હતી. તે વગર પાસ પરમીટે ગાડીમાં કેફીપ્રવાહી 19 બાચકામાંથી રૂ 9500 ની કિમતનો 475 લીટર દેશી દારૂ પકડી પાડ્યો હતો. કાર ચાલકની પૂછપરછ કરતા તેનું નામ મનોજભાઇ મોહનભાઇ સાગઠીયા ખુલ્યું હતું અને તે અલીભાઇ મામદભાઇ પલેજા અને ઇમરાન મામદભાઇ પલેજાને આપવા જતાં હોવાની કબુલાત આપી હતી પોલીસે આરોપી પાસેથી પ્રવાહી મુદામાલ તથા રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડી નંબર GJ-13-CC-4756 તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ. 3,14,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

