મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન આપઘાતના બનાવ વધી રહ્યા છે ખાસ કરીને મહિલાઓ ઘર કંકાસ અથવા અન્ય કોઈ કારણસર આપઘાત કરી રહી છે. ત્યારે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમા આવેલ ધર્મેન્દ્રભાઈની વાડીમાં રહેતી મજુરી કામ કરતી ઉર્મિલાબેન કરણભાઈ નાયક નામની 18 વર્ષની પરણીતાને તેના પતિ કરણભાઈ સાથે ઝઘડો થતા લાગી આવ્યું હતું અને વાડીમાં જંતુ નાશક દવા પી આપઘાત કરી લીધો હતો બનાવ બાદ પરિવારજનો મહિલાને હોસ્પિટલ લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી તો બીજા એક બનાવમાં હળવદના રાયસંગપર ગામમાં રહેતી મંજુબેન મનોજભાઈ રાઠવા નામની મહિલાએ વાડીમાં અગમ્યકારણસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો બનાવ અંગે હળવદ પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

