સરકારે માર્ગ સુરક્ષા સાથે સમાધાન કરનાર હાઈવે એન્જીનીયરો પર લગામ કરાવા નિર્ણય કર્યો છે. હાઈવે એન્જીનીયરીંગની ખામીથી થનારા માર્ગ અકસ્માતો માટે સંબંધીત રોડ સેફટી ઓફિસરને જવાબદાર ઠેરવવામાં આવશે.ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઈ) એ 22 સપ્ટેમ્બરે ઉપરોક્ત નીતિગત નિર્દેશ વિભાગના બધા ક્ષેત્રીય અધિકારીઓ (આરઓ) અને પરિયોજના નિર્દેશકો (પીડી)ને ઈસ્યુ કર્યા છે.
તેમાં ઉલ્લેખ છે કે કોઈપણ નેશનલ હાઈવેનું નિર્માણ કાર્ય પુરું થયા બાદ સંબંધીત રોડ સેફટી ઓફીસર કાર્ય પુર્ણ થયાનું પ્રમાણપત્ર જાહેર કરે છે. આ પ્રક્રિયામાં અધિકારી માર્ગ સુરક્ષા કાર્યોનું ઓડિટ કરે છે. આનો અર્થ એ છે કે બનાવવામાં આવેલ નવા હાઈવે માર્ગ યાત્રીઓ માટે પુરી રીતે સુરક્ષિત અને વિશ્વસનીય છે.એવું જોવામાં આવ્યુ છે કે હાઈવે નિર્માણ દરમિયાન રોડ માર્કીંગ, સાઈનેઝ તીવ્ર વળાંક પર ક્રેશ બેરિયર જેવી મામુલી સુરક્ષા ઉપાય લાગુ કરવાનું કામ અધૂરું રહે છે, તેમ છતાં રોડ સેફટી ઓફિસર કાર્ય પુરુ થયાનું પ્રમાણપત્ર જાહેર કરી દે છે.
આ યાત્રીઓની સુરક્ષા સાથે ચેડા છે. આથી દેશમાં માર્ગ અકસ્માતો અને તેમાં મરનારાઓની સંખ્યા વધી રહી છે.નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે રોડ સેફટી ઓડિટ દરમિયાન માર્ગ સુરક્ષા સંબંધ બધા ઉપાયોને ગંભીરતાથી લાગુ કરવાની છે. આ કામ 30 દિવસમાં પુરુ કરવું અનિવાર્ય છે. જો હાઈવે એન્જીનીયરીંગની ત્રુટીઓ અને માર્ગ સુરક્ષાના અભાવથી દુર્ઘટના થાય તો કાર્ય પૂર્ણ થયા છે, પ્રમાણપત્ર ઈસ્યુ કરનાર એનએચએઆઈના સંબંધીત રોડ સેફટી ઓફીસરને જવાબદાર ઠેરવવામાં આવશે આવશેસુરક્ષાના અભાવથી દુર્ઘટના થાય તો કાર્ય પૂર્ણ થયા છે, પ્રમાણપત્ર ઈસ્યુ કરનાર એનએચએઆઈના સંબંધીત રોડ સેફટી ઓફીસરને જવાબદાર ઠેરવવામાં આવશે.

