અમદાવાદમાં નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની, મેટ્રોનું ઉદ્ઘાટન અને દૂરદર્શન ટાવર નજીકના મેદાનમાં જનસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમો દરમિયાન 29 સપ્ટેમ્બરના રોજ શહેરના કેટલાક રોડ બંધ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
કાર્યક્રમમાં અંદાજે 1.25 લાખ લોકો હાજર રહેવાના હોવાથી પાર્કિંગથી લઈને તમામ વ્યવસ્થાઓ કરાઈ. ટ્રાફિક ન થાય તે માટે પોલીસની 44 જેટલી ક્રેન રૂટ પર કાર્યરત રહેશે. કાર્યક્રમમાંથી મોડી રાત્રે ફરતી વખતે લોકોને હાલાકી ન પડે તે માટે દરેક ટ્રાફિક જંકશન પર બોડીવોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા પ્રથમ વખત 5 જેટલા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. જેથી કોઈ પણ જગ્યાએ ટ્રાફિક સર્જાય તો તરત જ ડ્રોન કેમેરામાં દેખાય અને તે ટ્રાફિકને દૂર કરી શકાય. અમદાવાદમાં કુલ 30 હજાર કરતા વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડે પગે હાજર રહેશે.
સૂરધારા સર્કલ થઈ સાંઈબાબા ચાર રસ્તા થઈ એનએફડી સર્કલ સુધીનો માર્ગવૈકલ્પિક રૂટ સૂરધારા સર્કલ, સતાધાર ચાર રસ્તા, ભુયંગદેવ ચાર રસ્તા, હેલ્મેટ ચાર રસ્તા, અંધજન મંડળ,વસ્ત્રાપુર તળાવ, માનસી ચાર રસ્તા થઈ પકવાન ચાર રસ્તા તરફ જઈ શકાશેઆ રૂટ બંધ રહેશે થલતેજથી સાંઈબાબા ચાર સસ્તા થઈ હિમાલયા મોલ ટી સુધીનો રોડ બંધ રહેશેવૈકલ્પિક રૂટ હેબતપુર ચાર રસ્તા, સતાધાર, ભૂયંગદેવ, મેમનગર, માનવ મંદિર, હેલમેટ ચાર રસ્તા તરફથી જઈ શકાશેઆ રૂટ બંધ રહેશે ગુરુદ્વારા ચાર રસ્તા, એનએફડી સર્કલ, સંજીવની હોસ્પિટલ સુધીનો માર્ગ બંધવૈકલ્પિક રૂટ પકવાન ચાર રસ્તા, માનસી, વસ્ત્રાપુર તળાવ,અંધજન મંડળ તરફ અવર જવર કરી શકાશે.

