HomeGujaratCentral Gujaratબે દિવસ AMTS અને BRTSની 1200 જેટલી બસ મોદીના કાર્યક્રમમાં

બે દિવસ AMTS અને BRTSની 1200 જેટલી બસ મોદીના કાર્યક્રમમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે એવું સામે આવ્યું છે કે, પીએમ મોદીના આગમન પગલે તેમના કાર્યક્રમમાં AMTS અને BRTSની 1200 જેટલી બસો ફાળવવામાં આવી છે. જેથી અમદાવાદીઓને આ બે દિવસ માટે મુશ્કેલી પડી શકે છે. મુસાફરોને બસોના બદલે અન્ય વાહનોનો સહારો લેવો પડશે. જેના કારણે લોકોને પણ હાલાકી ભોગવવી પડી શકે છે.

પીએમ મોદી 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીના બે દિવસના આ કાર્યક્રમને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS અને BRTSની 1200 જેટલી બસો તેમના કાર્યક્રમમાં ફાળવવામાં આવી છે. જેથી આ બે દિવસ દરમિયાન AMTS અને BRTSમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલી પડી શકે છે. 29 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લેશે.

એક સાથે 1200 જેટલી બસો કાર્યક્રમમાં ફાળવવામાં આવી હોવાથી લોકોને સમયસર બસ મળવામાં મુશ્કેલી પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ, લોકોને સમયસર કાર્યક્રમ સ્થળે લઈ જવા લાવવા માટે કોર્પોરેશનના ઈ ગવર્નન્સ વિભાગ અને એએમટીએસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવશે. આ કામગીરી પાર પાડવા માટે નોડલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે. દરેક ઝોનમાં કંટ્રોલ રુમ પણ ઉભા કરવામાં આવ્યાનું જાણવા મળ્યુ છે. જેથી તમામ બસોનું સતત મોનિટરિંગ થઈ શકે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW