HomeNationalદુનિયાના સૌથી ધનાઢ્ય મંદિરે પોતાની સંપતિ જાહેર કરી

દુનિયાના સૌથી ધનાઢ્ય મંદિરે પોતાની સંપતિ જાહેર કરી

તિરુમાલા: દુનિયાના સૌથી ધનાઢ્ય હિન્દુ ધર્મસ્થાનોમાંના એક તિરુપતિ દેવસ્થાનમે , સંપત્તિની વિગતો જાહેર કરી દીધી છે. મંદિરે બહાર પાડેલી વિગતો અનુસાર, TTDની દેશભરમાં 960 મિલકતો છે, જેની કિંમત 85,705 કરોડ રૂપિયા છે. તિરૂપતિ મંદિર સૌથી ધનિક હિન્દુ ધર્મસ્થાનોમાં સામેલ છે. . TTD અનુસાર, તેમની પાસે દેશભરમાં 960 પ્રોપર્ટી છે, જેની કિંમત 85,705 કરોડ રૂપિયા છે.

પહેલીવાર જાહેરાત: એક મીડિયા રિપોર્ટમાં મંદિરના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આ એક સરકારી આંકડો છે અને મિલકતોની બજાર કિંમત ઓછામાં ઓછી 1.5 ગણી વધારે લગભગ 2 લાખ કરોડ રૂપિયા હશે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ પહેલીવાર છે જ્યારે TTDએ સત્તાવાર રીતે તેની સંપત્તિની માહિતી જાહેરમાં શેર કરી છે. સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટેસ્લાના CEO એલોન મસ્કએ 2021માં કહ્યું હતું કે, તેઓ તે વર્ષે 11 બિલિયન ડોલર ટેક્સ ચૂકવશે એટલે કે લગભગ રૂપિયા 85,000 કરોડ ટેક્સ ચૂકવશે, જે અમેરિકા માટે પણ એક રેકોર્ડ છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના તાજેતરના આંકડા એવા સમયે આવ્યા છે, જ્યારે મંદિરના દાન દ્વારા TTDની માસિક આવક છેલ્લા પાંચ મહિનાથી સતત વધી રહી છે.

હુંડીની રકમ: આ વર્ષના એપ્રિલથી અત્યાર સુધીમાં, હુંડી દ્વારા કુલ દાન રૂપિયા 700 કરોડથી વધુ એકત્ર થઈ ચૂક્યું છે. TTDની તિજોરી દિવસેને દિવસે વધી રહી છે અને તેના કારણે હવે TTD અમેરિકા અને દેશના કેટલાક ભાગો સહિત અન્ય કેટલાક દેશોમાં મંદિરો ખોલવાનું કામ કરી રહી છે. આ વિશે માહિતી આપતા TTD પ્રમુખ વાયવી સુબ્બા રેડ્ડીએ શનિવારે કહ્યું કે મંદિર ટ્રસ્ટ દેશભરમાં 7,123 એકર જમીન પર નિયંત્રણ કરે છે. મિલકત વેચવા પાછળના કારણોની વિગતો આપી ન હતી.

વેચાવાની કોઈ યોજના નથી: સુબ્બા રેડ્ડીએ જણાવ્યું હતું કે ટીટીડીએ 2014 પછી કોઈપણ સંપત્તિનો નિકાલ કર્યો નથી અને ભવિષ્યમાં તેની કોઈપણ સ્થાવર સંપત્તિ વેચવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે, ‘રાજ્ય સરકારની સૂચનાને પગલે, મારી અધ્યક્ષતા હેઠળના અગાઉના ટ્રસ્ટ બોર્ડે TTDની મિલકતો પર દર વર્ષે શ્વેતપત્ર બહાર પાડવાનો ઠરાવ કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW