HomeGujaratમોરબી-હળવદ હાઈવે પર આંદરણા નજીક ડમ્પર સાથે બાઈક અથડાતાં બેને ઇજા

મોરબી-હળવદ હાઈવે પર આંદરણા નજીક ડમ્પર સાથે બાઈક અથડાતાં બેને ઇજા

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા દેવજીભાઈ રાજુભાઈ સારલાએ જીજે 36 એકસ 1161 નમ્બરના ટ્રક ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદ મુજબ, દેવજીભાઈ અને તેમનો નાનો ભાઈ અલ્પેશ તેમના ભાઈ ગોપાલભાઈનું હોન્ડા કંપનીની એસપી-125 મોટરસાયકલ (નંબર GJ-36-AB-2157) લઈને મોરબી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન હળવદ-મોરબી રોડ પર આંદરણા અને નીચી માંડલ ગામ વચ્ચે, Q7 સિરામિક ફેક્ટરી પાસે પહોંચતા, ટ્રક ડમ્પર (નંબર GJ-36-X-1161)ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારતા અચાનક રોડ પર આડું મૂક્યું. આ કારણે તેમની મોટરસાયકલ ટ્રક સાથે અથડાઈ ગઈ અને બંને ભાઈઓ વાહન સાથે નીચે પડી ગયા, જેના પરિણામે તેઓને ઈજાઓ પહોંચી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW