કચ્છ જીલ્લાના અબડાસા તાલુકામાં રાયધણજર ગામની સીમમાં 100 ઘેટાંના મોતના આઘાતમાં પશુપાલક યુવાને ઝાડ પર ગળેફાંસો ખાઈને આપધાત કરી લેતા ચકરાર મચી જવા પામી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ કચ્છ જીલ્લાના અબડાસા તાલુકામાં આવેલ રાયધણજર ગામની સીમમાં શુક્રવારે સવારે 42 વર્ષીય કાસમ ઇસ્માઇલ ખલીફા નામના પશુપાલકે ચેરના ઝાડ પર રૂમાલ વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવ અંગે કોઠારા પોલીસે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ દરમિયાન હતભાગી પશુપાલક યુવાનના ભારે વરસાદને કારણે 100 જેટલા ઘેટાઓ મૃત્યુ પામ્યા હોય જેનું મનમાં લાગી આવતાં પશુપાલકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

