HomeGujaratમોરબી: રંગપરની સીમમાંથી યુવકની લાશ મળી શરીરમાં તીક્ષ્ણ હથીયાર,બોથડ પદાર્થથી મારમાર્યાની નિશાન...

મોરબી: રંગપરની સીમમાંથી યુવકની લાશ મળી શરીરમાં તીક્ષ્ણ હથીયાર,બોથડ પદાર્થથી મારમાર્યાની નિશાન હત્યાની આશંકા પ્રબળ

રાજકોટ રેન્જ આઈ જી મોરબીમાં હત્યા ચોરી લૂંટ સહિતના ગુના ઓછા થયા હોવાના દાવા કરી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની પીઠ ભલે થાબડે પણ હકીકત તો એ છે કે મોરબીમાં દિન પ્રતિદિન મારામારી હત્યા સહિતના બનાવ વધી રહ્યા છે. હજુ બીલીયા નજીક બે દિવસ પહેલા એક અજાણ્યા યુવકને તીક્ષણ હથીયારના ઘા ઝીકી અડધી સળગેલી હાલતમાં લાશ મળી હતી જેની ઓળખ થઇ નથી થઇ ત્યાં વધુ એક એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મોરબી સિવિલ હોસ્પિટલમાંથી મળી આવી હતી રંગપર ગામની સીમમાં આવેલ મહાદેવ મીનરલ નામની ફેક્ટરીમાં કામ કરતા સુનીલ રમેશ મેળા નામના ૧૯ વર્ષીય પરપ્રાંતીય યુવકને શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જેને મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી પીએમ દરમિયાન યુવકના હાથ પગના ભાગે ફેકચર જેવી ઈજા તેમજ શરીરમાં ક્યાંક ક્યાંક તીક્ષણ હથીયારના ઘા મળી આવતા યુવકની હત્યા થઇ હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની ગંભીરતા જોતા યુવકના મૃતદેહને હાલ પીએમ રૂમના કોલ્ડસ્ટોરેજ ખાતે રાખવામાં આવ્યો છે બીજી તરફ મોરબી તાલુકા પોલીસની ટીમ પણ અલગ અલગ દિશામાં તપાસ કરી યુવકને ઈજા છે આકસ્મિક છે કે હત્યા તે અંગે પણ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW