HomeGujaratઆ દેખે જરા ... ભાજપમાં તાકાત હોય તો પીપળી રોડ પર રોડ...

આ દેખે જરા … ભાજપમાં તાકાત હોય તો પીપળી રોડ પર રોડ શો કરી બતાવે મોરબી યુવા કોંગી આગેવાનની ચેલેન્જ!

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા મોરબીમાં મંગળવારે રોડ શો કરી રહ્યા છે અને તેને લઇ જિલ્લા ભાજપથી લઇ પ્રદેશ ભાજપ સુધી આગેવાનો અને કાર્યકરો સક્રિય બન્યા છે. પાલિકા અને માર્ગ મકાન વિભાગની ટીમ દિવસ રાત એક કરી રોડ રસ્તાના રીપેરીંગ તેમજ સફાઈની કામગીરી આદરી છે ત્યારે મોરબીવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ પણ આ મુદાને લઇ ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યું છે આ અંગે મોરબીના યુવા કોંગી આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ ભાજપના રોડ શો ને લઇ ચેલેન્જ આપી છે ભાજપ દ્રારા રાષ્ટ્રીય અધ્યક્ષનો રોડ શો મહેન્દ્રનગર થી અણિયારી ચોકડી સુધી કર્યો હોત તો પ્રજાનું પણ ભલું થાય કે ત્યાંનાં રોડ રસ્તા તો સારા થઈ જાત એવી લોકોમાં વાતો નો વંટોળ ચડ્યો છે ત્યારે આ ભાજપની નીતિ રિતીનો તેમને વિરોધ કરેલ છે અને જો જે.પી.નડ્ડાને મહેન્દ્રનગરથી અણિયારી ચોકડી સુધી રોડ શો કરવો હોઈ તો કોંગ્રેસના યુવા આગેવાન સહિત ૨૦૦ મોટર સાઇકલ સાથે તેઓ પણ રોડ શોમાં જોડાશે તેવી ખુલ્લી ચેલેન્જ સાથે કટાક્ષ કર્યો હતો .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW