HomeNationalમોદીના જન્મદિવસ પ્રસંગે 56 ઇંચની થાળી, જે જમી જાય એને 8 લાખનું...

મોદીના જન્મદિવસ પ્રસંગે 56 ઇંચની થાળી, જે જમી જાય એને 8 લાખનું ઈનામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે દિલ્હીની રેસ્ટોરન્ટે ગ્રાહકો માટે એક અનોખી ઓફર મૂકી છે. ૫૬ ઈંચ નામની થાળી 4૦ મિનિટમાં ખાઈ જનારને રેસ્ટોરન્ટ 8.5 લાખનું ઈનામ આપશે.દિલ્હીના કનોટ પેલેસ સ્થિત આર્ડર 2.1 રેસ્ટોરન્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગ્રાહકોને ખાસ ઓફર આપી છે. 57 વાનગીઓ ધરાવતી 56 ઈંચ નામની વેજીટેરિયન થાળી ૪૦ મિનિટના સમયગાળામાં ખાઈ જનારા ગ્રાહકને રેસ્ટોરન્ટ ૮.૫ લાખ રૃપિયાનું ઈનામ આપશે.

રેસ્ટોરન્ટે જાહેરાત કરી હતી કે ૧૭મીથી ૨૬ તારીખ સુધી એટલે કે ૧૦ દિવસના સમયગાળામાં જેટલા ગ્રાહકો ૫૬ ઈંચની થાળી ખાશે તેમાંથી બે લકી વિજેતાને કેદારનાથની ટિકિટ આપવામાં આવશે. રેસ્ટોરન્ટના માલિક સુમિત કાલરાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેદારનાથ બહુ જ ગમતું સ્થળ છે. તેથી રેસ્ટોરન્ટે બે ગ્રાહકોને કેદારનાથનો પ્રવાસ કરાવવાની જાહેરાત કરી છે.દિલ્હીની આ રેસ્ટોરન્ટમાં પહેલેથી જ આ પ્રકારની થાળી પીરસવામાં આવે છે.

થાળીમાં ઉત્તર ભારતની વિખ્યાત વાનગીઓનો સમાવેશ કરવામાં આવે છે. રેસ્ટોરન્ટમાં બાહુબલી થાળી અને પુષ્પા થાળી પણ પીરસી રહી છે. કનોટ પેલેસમાં આવા નવતર પ્રયોગોના કારણે રેસ્ટોરન્ટ જાણીતી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW