શ્રવણનો પ્રસંગ સંભાળીને એક અમેરિકન મહિલા ચોધાર આંસુ એ રડવા લાગી, એટલે ત્યાં એક પ્રસંગ સમજાવનાર એ કહ્યું કે, શું થયું? કોઈ મદદ કરી શકું. પેલી મહિલા એ કહ્યું, ના …ના… Ok છું. પછી એ મહિલા કાર પાર્કિંગ ગયા. પછી સીધા વૃદ્ધાશ્રમમાં ગયા. પછી એના માં બાપને કહ્યું કે, ગાડીમાં બેસી જાઉં, તમારા કપડાં અને દવા લઈને આવું. એ મહિલા એ કહ્યું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી હું તમારી સાથે. હું આજથી તમારી શ્રવણ.
પછી એ મહિલા એના માં બાપ સાથે અમારા પ્રદર્શનમાં આવી. વાર્તા જૂની હોય કે નવી, અસર તો થાય. શ્રવણની વાત આજે પણ એટલી જ પ્રેરણા દાઈ છે. તમે તમારા માં બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય તો એના પછીની પેઢી પણ તૈયારી રાખજો. કેમ કે, તમારામાંથી જ તમારું બાળક શીખે છે. માત્ર સંસ્કાર જ નહીં, તમારા ઘરમાં બધાને ગેજેટ્સ ડીસીપ્લીન ખાસ શીખવાડજો. આજે તો એક જ ઘરમાં રહેતા માણસો બીજા રૂમમાં રૂબરૂ જવાના બદલે મેસેજ મૂકી દે. જે વસ્તુને વાપરવાની છે એને પ્રેમ કરીએ છીએ અને જેને પ્રેમ કરવાનો હોય એને વાપરીએ છીએ.
યુઝ ગેજેટ એન્ડ લવ પીપલ. પણ આનાથી ઉલટું થઈ રહ્યું છે. હમણાં દિલ્હીમાં એક કિસ્સો જોયો. બે ભાઈઓને હોસ્પિટલ લઈ જતા હતા. પણ 108માં લેપટોપ અને એના ફેસબુક ચાલતું હતું. FAD નામના રોગથી પીડિત હતા. ફેસબુક એડિક્ત ડિસઓર્ડર. ઘણાને નોમોફોબિયા થઈ જાય. જેમાં મોબાઈલ પાસે ન હોય કે હાથમાં ના હોય તો બીક લાગવા માંડે. FAD ને WHO એ ઓફિશિયલી એક મેન્ટલ ડિસઓર્ડર જાહેર કર્યો છે. તમને શું કોઈ દર પાંચ સેકન્ડે મેસેજ કરે, તો શું તું કંઈ સેલિબ્રિટી છે? પછી ચેક કરે કે. કંઈ થયું નથી ને?
દર ત્રણ મિનિટ મોબાઇલને ટચ કરવો પદે એવી પેઢી છે. ના કરે તો એની બેટરી ડીસચાર્જ થઇ જાય. તમારા સંતાનોને મોબાઈલ જરૂર આપો, લેપટોપ અવશ્ય આપો. પણ એનો ઉપયોગ કરવા વિવેક શીખવાડો. અમેરિકાની 98 ટકા સ્કૂલમાં હવે કોઈ મોબાઈલ ના લાવે એ માટે ડિરેક્ટર મૂકેલા છે. જે બાળકને નાનપણમાં શ્રદ્ધા શીખવાડો ને તો એને મોટા થઈને માણસ એ બનાવેલા સોસાયટીમાં કાયદા સમજવામાં તકલીફ નહિ પડે.

