HomeGujaratમાળિયા તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય ચુકવવા માગ,સરપંચ એસો.એ કરી cmને...

માળિયા તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય ચુકવવા માગ,સરપંચ એસો.એ કરી cmને રજૂઆત

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજા અવિરત પણે વરસતા સામાન્ય કરતા વધુ પ્રમાણમાં વરસાદ વરસી ગયો છે જેના કારણે મોરબી – માળીયા તાલુકાના ખેડૂતો અને 15 ગામના સરપંચ મામલતદાર કચેરીએ પહોચ્યા હતા અને મામલતદારને આવેદન પત્ર આપી રાજ્ય સરકારસમક્ષ રજૂઆત કરી હતી માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ કરતા દોઢ ગણો એટલે કે 150 ટકા જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે ચોમાસું પાક નિષ્ફળ જતા મોટા પાયે નુકશાની સહન કરવાની ફરજ પડી છે જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે મોરબી માળિયા તાલુકાના ખેડૂતો બન્ને તાલુકાને અતીવૃર્ષ્ટિ ગ્રસ્ત જાહેર કરી સહાય ચુકવણી કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે માળિયા તાલુકના ખેડૂતોએ સીએમને કરેલી રજૂઆત 150 ટકા વરસાદ થવાથી ચોમાસું પાક નિષ્ફળજાય તેવા સંજોગો માં સરકારની અગાઉ વીમા કંપની હતી જેમાં ખેડૂતોએ પ્રીમીયમ ભર્યું હોય તો તેમને વીમો મળતો હતી જેના કારણે તેમને રાહત મળતી હતી જોકે ખેડૂત ફસલ વીમા યોજના બાદ સ્થિતિ બદલાઈ છે તેમ જણાવ્યું હતું
આ ઉપરાંત ખેડુંતોએ જણાવ્યું હતું કે માળિયા તાલુકો દરિયાની નજીક હોવાથી અહી પાણી ક્ષારયુક્ત છે જેનાથી સિંચાઈ થઇ શકતી નથી માળિયા તાલુકામાં ભૂગર્ભજળઊંડા ન હોવાથી વરસાદ થાય તો પાણીનો સંગ્રહ પણ થતો નથી જેના કારણે પાણીખેતરમાં ભરાયેલ રહે છે જેથી હવે નવો પાક વાવવો પણ શક્ય નથી આ કારણસર આ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વહેલી તકે સર્વે કરાવવી વળતર ચુકવવા માંગણી કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW