મોરબી માળીયા નેશનલ હાઇવે પર આવેલ રવાપર નદી ગામ પાસે આવેલ હોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં મોડી સાંજના સમયે કોઈ કારણસર ગ આગ ફાટી નીકળી હતી અને આગ બુઝાવવા ગયેલ 6 કર્મચારીઓ પવનભાઈ, નાગીનભાઈ, દેવાભાઈ, હસનભાઈ, દેવરાજભાઈ અને સીબુસિંગભાઇ સહિતના હાથ અને શરીરના ભાગે સામાન્ય રિતે દાઝી ગયા હતા જે બાદ ફેકટરી માલિક દ્વારા 108ને જાણ કરવામાં આવતા મોરબી મહેન્દ્રગર લોકેશનના હનીફભાઈ દલવાની ઈએમટી દીપિકાબેન પરમાર તેમજ લાલબાગ લોકેશનનાઈમેટી શૈલેષ ભાઈ તેમજ પાયલોટ અલ્પેશભાઇ ઘટના સ્થળે જવા રવાના થયા હતા દરમિયાન ફેકટરી માલિક દ્વારા ખાનગી વાહનમાં ભરતનગર ગામ સુધી પહોંચી જતા તમામ 6 દર્દીને લઈ પ્રાથમિક સારવાર આપી હતી બાદમાં વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહત અનુભવી હતી.
બીજીતરફ મોરબી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં ઇલેક્ટ્રિક શોકસર્કિટ થી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ લાગવામાં આવી રહ્યું છે.

