HomeGujaratવડોદરા: માવતરના અહમ સંતાનોનું લગ્ન જીવન તૂટવાની અણી આવતા દંપતિએ અભયમની મદદ...

વડોદરા: માવતરના અહમ સંતાનોનું લગ્ન જીવન તૂટવાની અણી આવતા દંપતિએ અભયમની મદદ લીધી

વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારમાં રહેતા દંપતિ વીર અને ગીત (બને નામ બદલાવ્યા છે )ના લગ્ન જીવનને દોઢ વર્ષ થયું છે. બંને વચ્ચે મનમેળ પણ હતો. અને દાંપત્ય જીવન સુખી હતું. પરંતુ, તેઓના સુખી દાંપત્ય જીવનમાં કલેશના દૈત્યે જન્મ લેતા તેઓનું દાંપત્ય જીવન તૂટવાની અણી ઉપર આવી ગયું હતું. અભયમના જણાવ્યા પ્રમાણે ગીતને તેના સસરા નાની-નાની બાબતોમાં રોકટોક કરતા હતા. ગીતએ પોતાના પતિ વીરને પણ સસરા દ્વારા અવાર-નવાર થતી રોકટોકની ફરિયાદ કરી હતી. પિતા જુનવાણી વિચારધારા ધરાવતા પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પુત્રના સમજાવટની કોઇ અસર પિતા ઉપર પડી ન હતી. રોજ સવાર પડતાંની સાથે જ સસરા સંગીતાને ઘરકામ સહિત વિવિધ બાબતો અંગે રોકટોક કરતા હતા. ગીતએ શક્ય તેટલા દિવસો સસરાનો માનસિક ત્રાસ સહન કરીને પસાર કર્યા હતા. પરંતુ,કકળાટ ઓછો થવાના બદલે પ્રતિદિન વધતો ગયો હતો.


દંપતિના વડીલો અહમ છોડવા તૈયાર ન થતા ગીતના પિતાને થતાં તેઓ પોતાના ઘરે લઇ ગયા હતા. દિવસો પસાર થતાં ગયા પરંતુ, તેમના માતા-પિતાને પોતાના સંતાનોના જીવનની કોઇ પડી ન હતી. સંગીતાના પિતા જમાઇ વીર અને તેના પરિવારજનો માફી માંગીને દીકરી ગીતને લઇ જાય તો જ મોકલવા તૈયાર હતા. જ્યારે બીજી બાજુ વીર ના પિતા પણ પોતે છોકરાવાળા છે. આપડે શા માટે ઝૂંકવાનું ? દીકરીની જિંદગી બચાવવી હશે તો તેઓ મૂકી જશે. બંને પરિવારના અહમના કારણે વીર અને ગીતની જિંદગી બગડી રહી હતી. જોકે, વીર અને ગીત રોજ સંપર્કમાં રહેતા હતા. અને પોતાનું લગ્ન જીવન કેવી રીતે બચે તે માટે પરોક્ષ યા પ્રત્યક્ષ પ્રયત્નો કરી રહ્યા હતા.


સમય જતાં વીરને એક વ્યક્તિએ સલાહ આપી કે, અભયમ ટીમનો સંપર્ક કરો. કદાચ તમારું લગ્ન જીવન બચી જાય. વીરને મિત્ર દ્વારા મળેલી વાત ગીત ને જણાવી. ગીત પણ વીરની વાતથી સહમત થઇ ગઇ. દરમિયાન ગીત અને વીર એ પાદરા અભયમ ટીમને પોતાના પરિવારના કારણે લગ્ન જીવન તૂટવાના અણી ઉપર આવી ગયું છે. અમારું લગ્ન જીવન બચાવી લેવા વિનંતી છે. અભયમ ટીમે કોઇ પણ જાતનો સમય પસાર કર્યા વિના દંપતિ પાસેથી વધુ વિગતો મેળવીને બંનેના માતા-પિતાને મળી હતી. અને તેઓનું કાઉન્સિલીંગ કર્યું હતું.


અભયમ ટીમે ગીતના પિતાનું યોગ્ય કાઉન્સિલગ કરી માર્ગદર્શન આપેલ કે આપના અહમના કારણે દીકરીનું લગ્નજીવન બગડી રહ્યું છે. એક પિતા તરીકે દીકરીનું હિત જોઇ તમારો અહમ ઓછો કરો તો દીકરીનું લગ્નજીવન બચી શખે તેમ છે. પિતાને પોતાની ભૂલનો અહેસાસ થતા તેઓએ દીકરીને સાસરીમાં જવા સંમતિ આપી હતી. તે સાથે અભયમ ટીમે વીરના પિતાને પણ નાની વાતોમાં દખલ ન કરવાનું સમજાવ્યું હતુ. તેઓને પણ પોતાની ભૂલ સમજાઇ હતી. આમ અભયમ ટીમનાં અસરકારક કાઉન્સિલગથી એક તૂટતું લગ્નજીવન બચી ગયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW