સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને અમદાવાદના પાલડી વિસ્તારમાં કસ્ટમ્સ સુપરિન્ટેન્ડન્ટ સુનિલ મેનન અને તેના સાથી દાર પ્રવીણ નાનજી વાઘેલાની આજે ધરપકડ કરી હતી. અમદાવાદના પાલડી ડિવિઝનમાં આવેલા કસ્ટમ્સ ડિવિઝનના સુપરિનટેન્ડન્ટ સામે કેસ રજિસ્ટર કરવામાં આવ્યો છે.
મર્ચન્ટ એક્સપોર્ટર્સની પેઢીને એક ભાગીદારે તેમના મેન્યુફેક્ચરિંગ એકમમાં સેલ્ફ શીલિંગની પરવાનગી માગી ત્યારે તેની મંજૂરી આપવા માટે સુનિલ મેનને રૃા.૩૦,૦૦૦ની માગી કરીહતી.આ અંગેની ફરિયાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના અધિકારીઓને કરવામાં આવી હતી. તેમણે ફરિયાદ મળ્યા પછી ટ્રેપ ગોઠવી કાઢી હતી. સુનિલ મનનની લાંચ સ્વીકારતા રંગેહાથે ધરપકડ કરવામાં આવી ત્યારબાદ કેરળ ખાતેના તેના ઘરે પણ સીબીઆઈના અધિકારીઓએ દરોડા પાડયા હતા.
આ દરોડા દરમિયાન તેમની પાસેથી કેટલાક દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યા છે. તેમ જ તેમણે વસાવેલી મિલકતોની વિગતોને લગતા દસ્તાવેજી પુરાવાઓ પણ હાથ લાગ્યા છે. લાંચ લેવા માટે ધરપકડ કરાયેલી બંને વ્યક્તિના સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

