HomeGujaratઅંતે તંત્ર જાગ્યું,મોરબી શનાળા રોડ,હળવદ રોડનું પેચવર્ક કરાયું

અંતે તંત્ર જાગ્યું,મોરબી શનાળા રોડ,હળવદ રોડનું પેચવર્ક કરાયું

મોરબી શહેરના મુખ્ય માર્ગ એવા ત્રાજપર ચોકડીથી ઉમિયા સર્કલ સુધીના રોડ પર અનેક વિસ્તારોમાં મસમોટા ગાબડા પડી ગયા છે.જેના કારણે રસ્તા પર ડામર ઓછો અને ખાડાનો અનુભવ થઇ રહ્યો છે.શહેરના મુખ્ય માર્ગો જાણે ગ્રામ્ય વિસ્તારોના ગાડા માર્ગ હોય તેવા બની જતા શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે જાણે માર્ગ મકાન વિભાગને લોકો પર દયા આવી હોય તેમ માર્ગોના પેચવર્કની કામગીરી શરૂ કરી છે અને શહેરના મુખ્ય માર્ગ એવા શનાળા રોડ માટીના બદલે ડામરથી ખાડા બુરવાની કામગીરીના શ્રી ગણેશ કર્યા હતા.બુધવારે મોડી રાત્રે માર્ગ મકાન વિભાગે નવા બસ સ્ટેશનથી ચેક ઉમિયા સર્કલ સુધી તેમજ હળવદ રોડ પર ડામરથી પેચવર્કની કામગીરી હાથ ધરી હતી.

આ પેચવર્ક કામગીરીમાં કામની ગુણવત્તા જળવાઈ રહે તે માટે માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ આદ્રોજા સતત હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW