HomeReligionતમારા શિક્ષણ અને ડિગ્રી કરતા આ વસ્તુ સૌથી વધુ માર્ક થાય

તમારા શિક્ષણ અને ડિગ્રી કરતા આ વસ્તુ સૌથી વધુ માર્ક થાય

12 માં ધોરણમાં 90 ટકા વાળો ડોકટર બને એન્જિનિયર બને. પણ 75 ટકા વાળો કોમર્સના સેક્ટરમાં જાય એક મસ્ત કંપની ખોલે અને આ બેવને નોકરી એ રાખે. 60 ટકા વાળો પબ્લિક લાઇફમાં જાય અને આ બેવ માટે કાયદા બનાવે. પણ આ 60 ની કેટેગરીમાં આવવાનું ના વિચારતા. અમેરિકાના બિઝનેસ મેન એન્દ્રિયું કાર્નેગી..જીવનના અંતિમ દિવસોમાં એને પૂછ્યું કે તમારા કોફિન કે કબર પર શું લખીયે એને જવાબ આપ્યો. તમે એવું લખજો કે એને પોતાના જીવન કાળ દરમિયાન પોતાના કરતાં વધુ બુદ્ધિ શાળીને નોકરી એ રાખ્યા. અને તેને પગાર આપ્યો. આ હકીકત લખેલી છે. આ શેનાથી બન્યું? સ્કીલથી એક અલગ સ્ટેજ મળે, તમારી પર્સનાલિટી, એટીટ્યુદ અને બિહેવ્યાર. તમારી શિક્ષણની ડિગ્રી કરતાં આ વધારે માર્ક થાય છે.

કોર્પોરેટ સેક્ટરમાં જ્યારે કામ કરતા કરતા 20 વર્ષ જશે એટલે તમને ખ્યાલ આવશે કે, બીજા ઘણા લોકો સારી સ્કીલવાળા છે. એમાંથી એક ને જ પ્રમોશન આપવાનું છે. તો ટોપ મેનેજમેન્ટ કેવી રીતે નક્કી કરે. તમારામાં એથીક્સ, બિહેવિયર્સ, પર્સનાલિટી અને એટીટ્યુદ. ત્યારે તમને સ્કીલ કામ આવશે. માત્ર શિક્ષણ નહિ પણ તમારી અંદર એક સારી સ્કીલ તૈયાર કરજો. સમાજ અને ધંધા કે નોકરીમાં તમે લોકોને કેવી રીતે ટેકલ કરો છો એના પર જ આખી ગેમ છે. તમારે જેની સાથે કામ કરવાનું છે. સંબંધ રાખવાના છે એને ફુલ્લી એક્સેપ્ત કરીને ચાલો.

નક્કી કરી રાખી દીઓ કે, આ 10 કે 15 લોકો મારે જોઈએ છે. મારા ગ્રોથ માટે, મારા નોલેજ માટે મારી સફળતા માટે. એ 10 કે 15 વ્યક્તિને આપણા તરફથી તકલીફ ના થાય અને એના બાજુથી કોઈ તકલીફ થાય તો ચલાવી લેવાની. આવું કોઈ એજ્યુકેશનમાં નથી. કોઈ એ પ્રમુખ સ્વામીને પૂછ્યું કે, કોઈની નેગેટિવ વસ્તુ જોઈને એ સતત મનમાં ચાલ્યા કરે છે. પછી એણે મળીયે એટલે એ નકારાત્મકતા આવી જાય છે. લોકોના આવા નકારાત્મક અભિગમ વચ્ચે કેમ એટલા પ્રેમથી મળી શકો? સ્વામી એ કહ્યું જેની સાથે કામ કરવાનું છે, જેની સાથે અંગત સંબંધો છે, એને ફુલ્લી સ્વીકારી લેવાના. કદાચ વધારે અવગુણ હોય તો પણ ગુણ જ સ્વીકારવાના. તો જ તમે સાથે રહી શકસો સાથે કામ કરી શક્શો. નહિ તો પ્રોબ્લેમ તો છે જ. ડેસ્ક પર બેસીને 8 કલાક કાઢવાના જ છે. એમાં કંઈ બદલવાનું જ નથી તો ખોટી મેહનત શેની કોઈને બદલવામાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW