HomeGujaratહેરોઇન કેસમાં ATSએ ઉઠાવેલા બે શખસ પંજાબ પોલીસને સોંપાયા

હેરોઇન કેસમાં ATSએ ઉઠાવેલા બે શખસ પંજાબ પોલીસને સોંપાયા

એટીએસની ટીમ કચ્છનાં લખપત તાલુકામાં તપાસ કરી રહીલુધિયાણા પોલીસને બાતમી મળી હતી તેના આધારે પોલીસની ટીમે શહીદ ભગતસિંહ, એસબીએ નગરનાં બાયપાસ પર નાકાબંધી કરીને ડ્રગ્સ લઇ જતી ટ્રકને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, ટ્રકચાલકે ટ્રક રોકવાના બદલે પૂરઝડપે હંકારી હતી. જોકે, પોલીસે તેનો પીછો કરીને ટ્રકને પકડી પાડી હતી. આ ઉપરાંત તેમાં સવાર ડ્રાઇવર કુલવિન્દર ઉર્ફે કિંડા તેમજ કલીનર બિટ્ટુને પણ ઝડપી પાડયા હતા. પોલીસે ટ્રકની તપાસ કરતાં ટૂલબોક્સમાંથી તાડપત્રીમાં વીંટેલું 38 કિલો હેરોઇન મળી આવ્યું હતું.આ પ્રકરણની તપાસમાં કચ્છનું નામ ખૂલતાં ગુજરાત એટીએસની ટીમ કચ્છનાં લખપત તાલુકામાં તપાસ કરી રહી હતી. આ દરમ્યાન બે શખસોને પૂછપરછ માટે ઉઠાવીને પંજાબ પોલીસને સુપરત કર્યા હતા. આ અંગે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ગુજરાત એટીએસના પી.આઇ. એમ.એસ.ત્રિવેદી દ્વારા કચ્છમાં આવીને લખપત તાલુકાના લક્કી ગામે પહોંચીને ઉંમર ખમીશા જત તેમજ હમદા હારૂન જતને ઉઠાવ્યા હતા.

પૂછપરછ કરવામાં આવી હતી.આ જથ્થો બુદ્ધુ બંદર ખાતે પાકિસ્તાનથી ગુલમોહંમદ નામના શખસે મોકલ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. ઉંમરે આ જથ્થો બુદ્ધુ બંદરે રિસીવ કરીને પંજાબની ટ્રકમાં લોડ કર્યો હતો. જેના માટે હમદા જતની મદદ મળી હતી. આ કામ કરવા માટે બંને શખસોને રૂ.90 હજાર ચૂકવવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW