ઇન્ડિયા બિઝનેસ એક્સલન્સ ફંડ IV એમઓ વૈકલ્પિક રોકાણ સલાહકાર પ્રાઇવેટ લિમિટેડ મોતીલાલ આસવાલા ફીનવેસ્ટ લિમિટેડ દ્વારા સંચાલિત ફંડ ઇન્ડિયા એસ.એમ.ઈ ઇન્વેસ્ટમેન્ટ સાથે મળીને રોકાણ પૂર્ણ કર્યું છે સિમ્બોલો ગ્રુપમાં 66 મિલિયન યુએસડી નું રોકાણ કરશે લક્ઝરી અને પ્રીમિયમ ટાઈલ્સ ઉત્પાદક સિમ્પોલો ગ્રુપમાં ફેલગશીપ કંપનીઓ સિમ્પોલો વિટરીફાઈડ પ્રાઇવેટ લિમિટેડ અને નેક્સિયન ઈન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નો સમાવેશ થાય છે તેમ મોતીલાલ ઓસવાલ પ્રાઇવેટ ઈક્વિટી સીઈઓ વિશાલ તુલ્સ્યાને જણાવ્યું હતું
2008માં શરૂ થયેલી સિમપોલો વિટરીફાઈડ પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં પ્રીમિયમ ટાઇલ્સ માં માર્કેટ લીડર છે જેને પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક જીતેન્દ્ર અઘારા દ્વારા પ્રમોટ કરવામાં આવે છે ગુજરાતમાં મોરબી સ્થિત વિશ્વની સૌથી મોટી ટાઇલ્સ ઉત્પાદન સિમ્પોલો ગ્રુપ છે સિમ્પોલો ગ્રુપના 1100થી વધારે ડીલરો તેમજ સમગ્ર ભારતમાં અને 50થી વધુ દેશોમાં ટાઇલ્સ નું નિકાસ કરે છે 2015મા સ્થપાયેલ નેક્સિયન ન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ સિમ્પોલો પ્રમોટર્સ ભૂતપૂર્વ માલિકો વચ્ચેનું સંયુક્ત સાહસ છે જે 1961 માં સ્થપાયેલી ઇટાલિયન કંપની છે અને લક્ઝરી ટાઈલ્સ સેગમેન્ટમાં વેશ્વિક અગ્રણીઓમાં એક છે ઇન્ડિયા એસ.એમ.ઈ ઇન્વેસ્ટમેન્ટ ના મિત જૈને જણાવ્યું કે વૈશ્વિક સ્થળે સ્પર્ધાત્મક ખર્ચ અર્થશાસ્ત્રમાં વિશ્વસ્તરીય ગુણવતાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવા માટે એક માપદંડ સ્થાપિત કર્યા છે
આ અંગે સિમ્પોલો ગ્રુપના જીતેન્દ્ર અઘારા એ જણાવ્યું હતું કે અમને ભાગીદારો તરીકે મોતીલાલ ઓસવાલ પ્રાઇવેટ ઇક્વિટી મળવાનો આનંદ છે બન્ને સંસ્થાઓ ભારતમાં મટીરીયલ ઉદ્યોગમાં સૌથી મોટી બ્રાન્ડ્ માની એક બનાવવા માટે એક સમાન વિઝન ધરાવે છે.છેલ્લા 15 વર્ષમાં અમે ભારતમાં વિકાસ કર્યો છે અતેમજ એક્સપોર્ટ માર્કેટમાં પ્રીમીયમ ટાઈલ્સ સેગ્મેન્ટમાં અલગ હાજરી બનાવી છે અને મોતીલાલ ઓસવાલ પ્રાઈવેટ ઇક્વિટીનું રોકાણ અમારી બ્રાન્ડ પ્રીમીયમ ઉત્પાદન અને ગુણવતા અને ડીપ ડીસ્ટ્રીબ્યુસન નેટવર્ક મજબુતાઈ રેખાંકીત કરે છે .મોતીલાલ ઓસવાલ પ્રાઈવેટ ઇક્વિટીનો મેન્યુફેકચરીંગ અગ્રેસર બનવાનો અને તેમના રીયલ એસ્ટેટ ફંડમાથી ડ્રો કરવાનો અનુભવ સિમ્પોલો ગ્રુપને ભારતમાં નિર્માણ સામગ્રી ઉધોગમાં અગ્રણીઓ માના એક તરીકે ઉન્નત કરવામાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજ્વશે

