HomeNationalકોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભાજપનો એક્શન પ્લાન

કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભાજપનો એક્શન પ્લાન

2023ની વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહેલ ભાજપ પોતાના સંગઠનને મજબૂત કરવા સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જોધપુર ડિવિઝનમાં બે મોટા કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહી છે. આ કાર્યક્રમો 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજવામાં આવશે. OBC મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીની પ્રથમ બેઠક મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગૃહ જિલ્લો એટલે કે, જોધપુરમાં યોજાશે. ત્યાર બાદ જોધપુર વિભાગના છ જિલ્લાના બૂથ પ્રમુખોથી લઈને વિભાગના પદાધિકારીઓનું સંમેલન યોજાશે. OBC મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનું ઉદ્ઘાટન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. બીજી તરફ બૂથ પ્રમુખોના સંમેલનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સંગઠનને મજબૂત કરવાનો મંત્ર આપશે.

10 સપ્ટેમ્બરે જોધપુર વિભાગની 33 વિધાનસભા બેઠકોના બૂથ પ્રમુખોની સંમેલનનું આયોજન કરવામાં આવશે. તેને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સંબોધિત કરશે. આ કોન્ફરન્સ માટે બૂથ પ્રેસિડેન્ટથી લઈને ઉપરોક્ત યુનિટ સુધી લગભગ 18 થી 20 હજાર અધિકારીઓ સામેલ થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. તેમને જોધપુર ડિવિઝનમાં પાર્ટીની સ્થિતિ મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવશે.

2018ની વિધાનસભા ચૂંટણીમાં જોધપુર વિભાગની 33 બેઠકોમાંથી ભાજપ માત્ર 14 બેઠકો જીતવામાં સફળ રહી હતી. જોધપુર જિલ્લાની 10 વિધાનસભા બેઠકોની વાત કરીએ તો અહીં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને માત્ર બે બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. તે પછી 2019ની લોકસભા ચૂંટણીમાં જોધપુર સીટ ભાજપે જીતી હતી. આવી સ્થિતિમાં જોધપુર વિભાગની 33 બેઠકો પર પાર્ટી ઈચ્છે છે કે, OBC વોટ બેંકને મજબૂત બનાવવામાં આવે જેથી કરીને આગામી ચૂંટણીમાં જીત મેળવી શકાય.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW