HomeReligionગણેશચોથ બાદ હવે રાધા અષ્ટમી આવશે, જાણો કૃષ્ણની સાચી શક્તિ કોણ

ગણેશચોથ બાદ હવે રાધા અષ્ટમી આવશે, જાણો કૃષ્ણની સાચી શક્તિ કોણ

પ્રેમ લક્ષણા મૂર્તિ એટલે શ્રી રાધાજી! શ્રી રાધા અને શ્રી કૃષ્ણનું અભિન્ન સ્વરૂપ એટલે શ્રી રાધાજી! ભગવાન શ્રી કૃષ્ણની આહ્લાદિની શક્તિ એટલે શ્રી રાધા! ભાદરવા સુદી આઠમના શુભ દિવસે શ્રી રાધાજીનું પ્રાક્ટય આ દિવસ વિશ્વભરમાં રાધાષ્ટમી તરીકે ઉજવાય છે. વ્રજમાં બરસાનાથી નજીક રાવલ ગામમાં ગોપધિપતી વૃષભાણજી અને કીર્તીદેવીને ત્યાં પ્રાક્ટય થયું હતું. પ્રેમ, સમર્પણ અને ત્યાગનું મૂર્તિમંત સ્વરૂપ શ્રી રાધાજી છે.

ગુજરાતમાં શ્રી રાધાને માનવાવાળો રાધાવલ્લભ સંપ્રદાય છે. અમદાવાદમાં અને પાનસરમાં શ્રી રાધાજીનાં અનેક મંદિરો છે! વ્રજ ચોર્યાસીમાં રાધા લાડલીના મંદિર જેવું દર્શનીય સ્થળ રાધાકુંડ છે. આ જગ્યા ગોવર્ધનથી નજીક છે. હિંદુ ધર્મમાં જ્યારે પણ શ્રી કૃષ્ણનું નામ લેવામાં આવે છે ત્યારે તેમની સાથે રાધા રાણીનું સ્મરણ ચોક્કસ થાય છે. રાધા રાણીને ભલે કૃષ્ણની પત્નીનો દરજ્જો ન મળ્યો હોય, પરંતુ તેને હંમેશા સાચી પ્રેમિકા તરીકે યાદ કરવામાં આવે છે.

કહેવાય છે કે રાધા વિના કૃષ્ણનું નામ અધૂરું છે. આ જ કારણ છે કે શ્રી કૃષ્ણની જન્મજયંતિના થોડા દિવસો પછી રાધા રાણીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. સનાતન ધર્મમાં, ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે અને કોરાધા અષ્ટમી આ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે.

આ વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ 4 સપ્ટેમ્બર, રવિવારના રોજ આવશે.અષ્ટમી તિથિનો પ્રારંભ: 3જી સપ્ટેમ્બર 2022, શનિવાર, બપોરે 12:25અષ્ટમી તારીખ સમાપ્ત થાય છે: 4 સપ્ટેમ્બર 2022, રવિવાર, સવારે 10:40 વાગ્યેઉદય તિથિ અનુસાર રાધા અષ્ટમીનો તહેવાર 4 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW