ટિક્ટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગાટ ડેથ કેસમાં ગોવા પોલીસે સોનાલી ફોગાટના સહયોગી સુખવિંદર અને તેના પીએ સુધીર સાગવાનને પૂછપરછ માટે બોલાવ્યા છે.ગોવા પોલીસે બીજેપી નેતા સોનાલી ફોગાટની હત્યાના સંબંધમાં ફોગટના સહયોગી સુખવિંદર વાસી અને તેના પીએ સુધીર સાગવાનની ધરપકડ કરી છે અને પૂછપરછ માટે અંજુના પોલીસ સ્ટેશન બોલાવ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.
ઢાકાએ દાવો કર્યો કે તેની બહેનના મોત બાદ તેના હરિયાણા સ્થિત ફાર્મ હાઉસથી સીસીટીવી કેમેરા, લેપટોપ અને અન્ય મહત્વપૂર્ણ સામાન ગાયબ થઈ ગયો. ઢાકાએ પોલીસ ફરિયાદમાં તે પણ કહ્યું કે ત્રણ વર્ષ પહેલા ફોગાટના એક સહયોગી તેના ભોજનમાં કંઈક ભેળવીને તેનું યૌન શોષણ કર્યું હતું અને બાદમાં તેને બ્લેકમેલ કરી હતી.
સોનાલી ફોગાટના ભાઈ રિંકુ ઢાકાએ બુધવારે અંજુના પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સોનાલીના મોતનું કારણ જાણવા ગુરુવારે ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શરીર પર ઇજા ના નિશાન મળી જોવા મળ્યા હતા.સોનાલી ફોગાટના ભાઈ રિંકુએ ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે મારી બહેનને મારી નાખવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું. તેણીની ગોવા આવવા માટેનો કોઈ પ્લાન હતો નહીં અને કોઈ મૂવી માટેનું શૂટ પણ નહોતું, હોટેલમાં બે રૂમ માત્ર બે દિવસ માટે જ બુક થયા હતા.

