HomeGujaratહળવદના મેરૂપરમાં જમીન પચાવી પાડતા 3 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ

હળવદના મેરૂપરમાં જમીન પચાવી પાડતા 3 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ

હળવદ તાલુકાના મેરૂપર ગામમાં જમીન પચાવી પાડતા 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. મેરૂપર ગામના રહેવાસી અને હાલ હળવદમાં રહેતા વૃદ્ધે પોતાની માલિકીની જમીન પર ત્રણ શખ્સોએ દબાણ કર્યું હોય તે બાબતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોઁધી આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર હળવદના મેરૂપર ગામના રહેવાસી અને હાલ હળવદ બસ સ્ટેશન પાછળ રહેતા શંકરભાઇ રાજપરાએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. મેરૂપર ગામમાં પોતાની માલિકીની જમીન પચાવી પાડતા વૃદ્ધે રમેશભાઇ ભુદરભાઇ પટેલ, મનસુખભાઇ ભુદરભાઇ પટેલ અને વિભાભાઇ રાહાભાઇ રબારી સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, મેરૂપરમાં તેમને સાથણીમાં મળેલી જમીન પર ગેરકાયદેસર કબજો કરીને આરોપીઓ આર્થિક ઉપજ મેળવીને વર્ષ 2016થી અત્યાર સુધી જમીન પર કબજો જમાવી રાખેલ છે. જેથી શંકરભાઇએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW