HomeGujaratમોરબીમાં એક દર્દીને A નેગેટિવ બ્લડની જરૂર પડતા યુવા આર્મી ગ્રુપના સભ્યોએ...

મોરબીમાં એક દર્દીને A નેગેટિવ બ્લડની જરૂર પડતા યુવા આર્મી ગ્રુપના સભ્યોએ તાત્કાલિક 4 બોટલ રક્તનું દાન કર્યું

મોરબી મા ઈમરજન્સી બ્લડની જરૂરિયાત પૂરી કરવા માટે જાણીતુ યુવા આર્મી ગ્રુપ અવાર નવાર ઈમરજન્સીમાં કોઈ દર્દીને બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેશન માટે દોડી જતા હોય છે. તેમના સેવાકાર્યથી હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. યુવા આર્મી ગ્રુપ હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય સાથે મોરબીમા ચાર વર્ષથી લોકોની ઈમરજન્સી બ્લડની જરૂરિયાત પુરી કરવા 24 કલાક તત્પર રહે છે અને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે ત્યારે આજે મોરબી ની પેથાપરા હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ પુજાબા યોગીરાજસિંહ ઝાલા ને તાત્કાલિક એ નેગેટિવ બ્લડ ની જરૂરીયાત ઉભી થઈ જતા તેમના પરિવાર દ્વારા યુવા આર્મી ગ્રુપ ના સભ્ય લખનભાઈ હડીયલ નો સંપર્ક કર્યો હતો. લખનભાઈ હડીયલ દ્વારા યુવા આર્મી ગ્રુપના જીગરભાઈ પરમાર તથા અજયભાઈ હડીયલ તથા મોરબી સતવારા બ્લડ ગ્રુપના કમલેશભાઈ સોનાગ્રા તથા શિવજીભાઈ હડીયલને જાણકરીને તાત્કાલિક એ નેગેટિવ બ્લડની ચાર બોટલ બ્લડની જરૂરિયાત પૂરી પાડવામાં આવી હતી યુવા આર્મીની કામગીરી બદલ દર્દીના પરીજનો દ્વારા બંને ગ્રુપના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ તકે ગ્રુપ એડમિન દ્વારા બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત માટે કે કોઈકની જરૂરિયાત સમયે રક્તદાન માટે થયને જોડવા માટે હેલ્પલાઇન નંબર 9349393693 પર સંપર્ક કરવા જણાવામાં આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW