મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ થયો છે ખાસ કરીને મોરબી હળવદ અને ટંકારા પંથકમાં રાત્રી દરમિયાન થયેલા નોધપાત્ર વરસાદ થતા જીલ્લાના ૩ ડેમમાં વરસાદી પાણીની આવક થઇ હતી. મોરબી શહેરમાં મોડી રાત્રે થયેલા ભારે વરસાદને પગલે મચ્છુ 3 ડેમમાં 1796 કયુસેક પાણીની આવક થઇ હતી હાલ મચ્છુ 3 ડેમ 283 mcftની ક્ષમતા સામે હાલ 240mcft પાણી ભરાયેલ છે તેમજ પાણીની આવક સતત ચાલુ રહેતા 2 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે આ ઉપરાંત ટંકારામાં પંથક તેમજ ડેમી ૩ ડેમના ઉપરવાસમાં થયેલ વરસાદને પગલે ડેમી 3 ડેમમાં 417 કયુસેક પાણીની આવક ચાલુ છે ડેમી 3 ડેમમાં 339 mcftની કુલ સંગ્રહ ક્ષમતા સામે હાલ 289.83 mcft પાણી ભરાયેલ છે. હળવદના બ્રાહ્મણી 1 ડેમમાં 1666 કયુસેક પાણીની આવક થતા હાલ ડેમની કુલ 2060 mcftની ક્ષમતા સામે 554 mcft પાણી ભરાયેલ છે.
જિલ્લાણા અન્ય ડેમની વાત કરીએ તો મચ્છુ 1 અને મચ્છુ 2 ડેમ,ડેમી ૧ અને ડેમી 2માં હાલ સૌની યોજના અંતર્ગત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે
આ ડેમની સ્થિતિ જોઈએ તો મચ્છુ 1 ડેમમાં 2435 mcft ની કુલ સંગ્રહ ક્ષમતા સામે હાલ 1325 mcft ભરાયેલા છે અને તેમાં સૌની યોજણા અંતર્ગત 650 કયુસેક પાણીની આવક ચાલુ છે મચ્છુ 2 ડેમમાં 3104 mcftની ક્ષમતા સામે 1718 mcft ભરાયેલ છે તેમજ 2908 કયુસેક આવક છે સામે સૌની યોજના અંતર્ગત 290 કયુસેક પાણીનો અન્ય ડેમમાં છોડવામાં આવી રહ્યું છે ડેમી 1માં 783 mcft ક્ષમતા સામે હાલ સૌની યોજના અંતર્ગત125 કયુસેક આવક છે અને 381.47 mcft ભરાયેલ છે ડેમી 2ની વાત કરીએ તો 753 mcft સંગ્રહ ક્ષમતા સામે 350 કયુસેક આવક થતા હાલ ડેમમાં પાણીનો કુલ જથ્થો 559 mcft ભરાયેલ છે. આ ઉપરાંત બ્રાહ્મણી 2 ડેમમાં પણ 160 કયુસેક નર્મદાની આવક છે જેના કારણે કુલ 699 mcft કેપેસીટી સામે 339 mcft ભરાયેલ છે
અન્ય 2 ડેમની વાત કરીએ તો ઘોડાધ્રોઈ ડેમમા હાલ 243 mcft ક્ષમતા સામે 201 mcft ભરાયેલ છે જયારે બંગાવડી ડેમમાં 130 mcft કેપેસીટી સામે 100 mcft ભરાયેલ છે

