HomeGujaratભરૂચ MD ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો :આરોપીઓ મોરબીમાં પણ ડ્રગ્સ બનાવાની કરી...

ભરૂચ MD ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો :આરોપીઓ મોરબીમાં પણ ડ્રગ્સ બનાવાની કરી રહ્યા હતા તૈયારી ATSએ કેમિકલ ફેક્ટરીમાંથી રૂ34 લાખનો મુદામાલ કર્યો જપ્ત

રાજ્યભરમાં ચકચાર જગાવનાર ભરૂચ વડોદરા અને સુરત એમડી ડ્રગ્સ કેસમાં દિન પ્રતિદિન નવા ઘટસ્ફોટ થઈ રહ્યા વડોદરાના મોકસી ગામની નેક્ટર કેમ કંપનીમાંથી પકડાયેલ ડ્રગ્સના જથ્થામાં 6 આરોપીનેગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધા હતા આ પ્રકરણમાં રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે આ કેસમાં ઝડપાયેલ મહેશ ઉર્ફે મહેશ ધોરાજી ગોપાલભાઇ વૈષ્ણવ, તેના ભાગીદાર પિયુશભાઇ પટેલ, પિયુષભાઇ અશોકભાઇ પટેલ,દિલીપ ઉર્ફે દીપક લાલજીભાઇ વધાસીયા ,દિનેશભાઇ ઉર્ફે દિનીયો આલાભાઇ ધુવ્ર , રાકેશ ઉર્ફે રાકો નરસીભાઇ મકાણી વિજય ઉર્ફે વીજો ઓધવજી વસોયા સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમજ કોર્આટ માંથી તમામના રિમાન્ડ મેળવવામ આવ્યા હતા રિમાન્ડ દરમિયાન તમામ લોકોની પૂછપરછ કરતા સીન્થેટીક માદક પદાર્થ બનાવવા સારૂ પકડાયેલ આરોપી મહેશ ઉર્ફે મહેશ ધોરાજી ના કહેવાથી આરોપી દિલીપ ઉર્ફે દીપક લાલજીભાઇ વધાસીયાનાઓએ સહઆરોપીઓ પિયુષભાઇ અશોકભાઇ પટેલ તથા મહેશ ઉર્ફે મહેશ ધોરાજીનાઓ કે જેઓ પહેલેથી પાર્ટનર છે , તે બન્નેનો સંપર્ક મોરબી ખાતેની એક કેમીકલ ફેક્ટરીના માણસો સાથે કરાવી આપ્યું હતું . જે બાદ પિયુષ પટેલ તથા મહેશ ધોરાજીનાઓએ સદર કેમીકલ ફેક્ટરીના ગોડાઉન માં પેસ્ટીસાઈડ બનાવવાની આડમાં અલ્ઝાઝોલમ નામના માદક પદાર્થ બનાવવાનું શરૂ કર્યો હતો.આ માદક પદાર્થ અલ્ટ્રાઝોલમ બનાવવા માટેની પ્રક્રિયા કુલ સાત સ્ટેજની હોય છે , જે પૈકી પકડાયેલ આરોપીઓએ શરૂઆતના બે સ્ટેજની પ્રક્રિયા પૂર્ણ કરી દીધેલ , જેના પરિણામ સ્વરૂપે ઈન્ટરમિડિયેટ કેમીકલ પાઉડર 2 – અમિનો – 5 – ક્લોરો બેન્ઝોફિનોલ બનાવ્યું હતું

અને તે મોરબી ફેક્ટરીના ગોડાઉનમાં રાખવામાં આવેલ હોવાની માહિતી મળી હતી જે માહિતી આધારે ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓની ટીમે તા .૧૯ / ૦૮ / ૨૦૨૨ ના રોજ મોરબી ખાતે આવેલ સદર કેમીકલ ફેક્ટરીના ગોડાઉનમાં રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરી ઈન્ટરમિડિયેટ કેમીકલ પાઉડર 2 – અમિનો – 5 ક્લોરો બેન્ઝોફિનોલનો ૧૭૦૦ કિ.ગ્રા . જથ્થો કિં . રૂ . 34 લાખનો શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી સીઝ કરવામાં આવ્યું હતું તેમજ સીઝ કરેલ કેમીકલનું વૈજ્ઞાનિક તપાસ માટે એફ એસ એલમાં મોકલવામાં આવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW