એક તરફ દેશમાં 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં પણ ગ્રામ પંચાયતથી લઇ ગાંધીનગર સુધી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને મોરબીમાં જિલ્લા કક્ષાની ઉજવણીનું આયોજન વાંકાનેર ખાતે આવેલ અમરસિંહજી હાઈસ્કુલના મેદાનમાં કરાયું હતું. આં ઉજવણીમાં જાણે જિલ્લા વહીવટીતંત્ર કરવામાં કાચું પડ્યું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા દેશની આઝાદીના 75 વર્ષ અને આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર ઉજવણી થવાની હોવાથી તે અંગેની રંગોળી બનાવવાનું યાદ આવા રાજ્ય મંત્રી દેવાભાઈ માલમ ધ્વજા રોહણ અને પરેડની સલામી ઝીલવા મુખ્ય અતિથી તરીકે આવવાના હતા જોકે રહી રહીને જાણે રંગોળી કરવાનું યાદ આવ્યું હોય તેમ કાર્યક્રમ શરૂ થવાના થોડી મિનીટ પહેલા રંગોળી બનાવવાનું શરુ કર્યું હતું આ દરમિયાન રાજ્યમંત્રી દેવાભાઈ માલમ આવી જતા કાર્યક્રમ શરુ થઇ ગયો હતો જેથી તાત્કાલિક સુચના આપી રંગોળીની કામગીરી અટકાવી દીધી હતી અને ત્રિરંગાના ત્રણ માંથી માત્ર 2 જ કલર પૂર્યા અને એક કલર છોડી દીધા હતા અને રંગોળી અધુરી મૂકી રવાના થઇ ગયા હતા.
આ ઉપરાંત દેવાભાઈ માલમની અતિશય લાંબુ પ્રવચન તૈયાર કરવામાં આવ્યું હતું જેના કારણે પ્રવચન આપવામાં ખુદ મંત્રી પણ ગોટે ચઢી ગયા હતા તો કાર્યક્રમ માણવા આવેલ શહેરીજનો અને વિધાર્થીઓ અકળાઈ ઉઠ્યા હતા.

