HomeGujaratલાલપર પાસેના સ્પા સેન્ટરના સંચાલક સામે ગુનો નોંધાયો 

લાલપર પાસેના સ્પા સેન્ટરના સંચાલક સામે ગુનો નોંધાયો 

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર ગામની સીમમાં આવેલી રીજેન્ટા હોટલ પાછળ સંસેરા ચેમ્બર્સમાં કાર્યરત ‘પી.ડી. સ્પા એન્ડ વેલનેસ’ ખાતે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસ દરમિયાન સ્પામાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓના બાયોડેટા ફોર્મ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ન હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત નિયમ મુજબ છેલ્લા ત્રણ મહિનાના સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું હતું.

જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું ઉલ્લંઘન તેમજ સ્પાનું જરૂરી લાયસન્સ રજૂ કરવામાં નિષ્ફળ રહેતા પોલીસે સ્પાના સંચાલક કિરીટસિંહ સાહેબસિંહ ગોહિલ (ઉંમર 50 વર્ષ, રહે. શક્તિનાળા, મોરબી) વિરુદ્ધ BNS કલમ 223 હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW