મોરબી શહેરમાં દિન પ્રતિદિન ખંડણી તેમજ છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે તાજેતરમાં જ મોરબીના એક ઉદ્યોગપતિને ફોન પર રૂ ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી હતી આ ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપી લઇ રાહતનો શ્વાસ લે તે પહેલા ફરી એકવાર બાળકનું અપહરણ કરી લેવાની ધમકી આપી ખંડણી માગવાનો પ્રયાસ કરવા આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા અને નવજીવન સ્કૂલના સંચાલક અતુલભાઇ પાડલીયા ના પત્ની કિંજલબેન ના મોબાઈલ પર શુક્રવારના રોજ પાકિસ્તાન ના મોબાઈલ નંબર પરથી અજાણી વ્યક્તિ નો ફોન આવ્યો હતો અને હિન્દી ભાષામાં ધમકી આપી હતી જે બાદ કિંજલબેન ને ફોન કાપી નાખ્યો હતો થોડીવાર બાદ તેમના whatsapp નંબર પર કિંજલબેન અને તેના પુત્રનો ફોટો અને હિન્દીમાં તેરે લડકે કી પૂરી ડીટેલ હમારે પાસે આજ રાત તેરે બેટે કો ઉઠા લેગે આ પ્રકારની ધમકી આપવામાં આવી હતી. ઘટના બાદ અતુલભાઇએ તુંરત પોલીસનો સંપર્ક કર્યો હતો જે બાદ પોલીસે પણ સતર્કતા દાખવી આરોપીઓને ઝડપી લેવા તેમના કોલ ટ્રેક કરવાની પ્રોસેસ હાથ ધરી હતી. બીજી તરફ પોલીસે પણ આરોપી વિરોધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.બીજી તરફ આરોપીઓ પણ વારંવાર વોટ્સએપ પર ફોન કરી કોન્ટેક્ટ કરવાં પ્રયાસ કરી રહ્યા છે
આ અંગે મોરબી એલસીબી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા અલગ-અલગ ટેક્નિકલ ટીમની મદદ લઇ આરોપીઓનું લોકેશન મેળવવા તેમજ આ કોઈ પ્રોફેશનલ ગેંગ છે કે અગાઉ જેમ માત્ર ટાર્ગેટ કરી રૂપિયા પડાવતી ગેંગ છે તે અંગે તપાસ કરી છે.

