HomeGujaratગુજરાત એસટી ને એ જ દિવસમાં 58કરોડની આવક

ગુજરાત એસટી ને એ જ દિવસમાં 58કરોડની આવક

તહેવારોને કારણે એડવાન્સ બુકિંગ માટે લાંબી કતારો સાતમ-આઠમના તહેવારોમાં એક્સ્ટ્રા બસો દોડાવાશે lઆજે એસ.ટી. બસોને તિરંગાના સુશોભન, રાષ્ટ્રીય પર્વની ઉત્સાહપૂર્ણ ઉજવણી થશે.

રક્ષાબંધનનું પવિત્ર પર્વ આજે રાજકોટ એસ.ટી. ડિવિઝનને ફળ્યું હોય તેમ એક જ દિવસમાં 13 લાખની વધુ કમાણી થઈ હતી. તમામ એસ.ટી. બસોમાં ચિક્કાર ભીડ જોવા મળી હતી. રાજકોટથી જામનગર, જૂનાગઢ, અમદાવાદ, મોરબી જવા માટે એક્સ્ટ્રા બસો દોડવવામાં આવી હતી. દરરોજ સામાન્ય રીતે એસ.ટી. ડિવિઝનને રૂા. 44 થી રૂા. 45લાખની આવક થતી હોય છે. તેની સામે આજે રૂ. 58 લાખનો આંક વટાવી ગઈ હતી.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રક્ષાબંધનના પવિત્ર પર્વે એસ.ટી. બસોમાં ચિક્કાર ભીડ જોવા મળી હતી. અનેક ભાઈઓ બહાર ગામ રહેતી બહેનોના ઘરે રાખડી બંધાવવા માટે જતા એસ.ટી. બસોમાં આજે ટ્રાફિક જોવા મળ્યો હતો.

બુકિંગમાં લાંબી લાઈન;સાતમ-આઠમના તહેવારો દરમિયાન પણ એસ.ટી. બસોમાં ભારે ટ્રાફિક જોવા મળશે. રાજકોટનાં એસ.ટી. બસોમાં એડવાન્સ બુકિંગ માટે પણ મુસાફરોની લાંબી લાઈન જોવા મળી હતી. આવતીકાલ તા. 12ના તિરંગા યાત્રાની ઉજવણી સર્વત્ર થઈ રહી છે. તેમાં પણ એસ.ટી. તંત્ર ઉત્સાહપૂર્વક સામેલ થશે. એસ.ટી. બસોને તિરંગાથી શણગારાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW