HomeGujaratમોરબીમાં વૃદ્ધ પાસેથી રૂ1.75 લાખની ચીલઝડપ કરનાર 2 શખ્સ ઝડપાયા, એક સગીરનુ...

મોરબીમાં વૃદ્ધ પાસેથી રૂ1.75 લાખની ચીલઝડપ કરનાર 2 શખ્સ ઝડપાયા, એક સગીરનુ પણ નામ ખુલ્યું

મોરબી શહેરના સામાકાઠા વીસ્તારમાં આવેલ ત્રાજપર નજીક દુકાને જઈ રહેલા દેવજીભાઈ નાગજીભાઈ નામના વૃધ્ધ પાસેથી અજાણ્યા શખ્સોએ રૂ 1.75 રોકડા અને ચાવી ભરેલી થેલીની ચીલઝડપ કરી ફરાર થઇ ગયા હતા આ ઘટનામાં વૃદ્ધે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે બી ડીવીઝન પોલીસ તેમજ એલસીબી એસઓજી સહીતની ટીમ પણ તપાસ કરી રહી હતી તે દરમિયાન ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનીકલ ટીમ દ્વારા તપાસ કરતા ૩ શંકાસ્પદ શખ્સની ઓળખ થતા તેમની આગવી ઢબે પુછપરછ કરતા એક સગીર સહીત ૩ શખ્સે મોજશોખ માટે રૂપિયાની જરૂર હોવાથી ચીલઝડપ કરી હોવાનું જણાવ્યું હતું પોલીસે ચીલઝડપ કરનાર આરોપી સાગર રાજેશભાઈ અગેચણીયા, શંકર ભરતભાઈ ઉપસરિયાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ1.75 લાખ રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો આ ઘટનામાં એક સગીર પણ સામેલ હોવાથી પોલીસે તેની વિરુધ્ધ જુવેનાઇલ એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW