HomeNationalઆવકવેરાદાતાઓ 1 ઓક્ટોબરથી અટલ પેન્શન યોજનામાં જોડાઈ શકશે નહીં

આવકવેરાદાતાઓ 1 ઓક્ટોબરથી અટલ પેન્શન યોજનામાં જોડાઈ શકશે નહીં

આવકવેરાદાતાઓ 1 ઓક્ટોબરથી સરકારની સામાજિક સુરક્ષા યોજના APYમાં નોંધણી કરાવી શકશે નહીં. આ માહિતી એક સૂચનામાં આપવામાં આવી છે. સરકારે 1 જૂન, 2015 ના રોજ અટલ પેન્શન યોજના (APY) શરૂ કરી હતી, મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે. આ યોજનાના સબ્સ્ક્રાઇબર્સને તેમના યોગદાનના આધારે 60 વર્ષની વય પૂર્ણ કર્યા પછી ગેરંટી સાથે માસિક રૂ. 1,000 થી રૂ. 5,000 સુધીનું લઘુત્તમ પેન્શન મળે છે.

ચોખવટ; જે લોકો આવકવેરાદાતા છે તેઓ સામાજિક સુરક્ષા યોજના અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવા લોકોને 1 ઓક્ટોબરથી આ પેન્શન મળશે નહીં. આ યોજના હેઠળ એક હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી પેન્શન મળે છે.

નિવેદન: નાણા મંત્રાલયે નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, “1 ઓક્ટોબર, 2022 થી પ્રભાવથી, કોઈપણ નાગરિક કે જે આવકવેરાદાતા છે અથવા રહી ચૂક્યો છે, તે APYમાં જોડાવા માટે પાત્ર રહેશે નહીં.” મંત્રાલયે APY પર તેની અગાઉની સૂચના બદલી છે. બુધવારે જારી કરાયેલું નવું નોટિફિકેશન 1 ઓક્ટોબર, 2022 પહેલા આ સ્કીમમાં જોડાનારા સબસ્ક્રાઈબર્સને લાગુ પડશે નહીં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW