ટેલિવિઝનનો પોપ્યુલર શો ‘ધ કપિલ શર્મા શો’ની બીજી સિઝન આવવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે શોમાં કેટલાક નવા સભ્યો જોડાશે. આ શોને કપિલ શર્મા હોસ્ટ કરે છે અને દર અઠવાડિયે કોઈને કોઈ મોટા સ્ટાર શોમાં પહોંચે છે. આ શોને ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. લોકો આના પર ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
કપિલ શર્મા અને તેના શોની ઝલક આપતા, ટીમે કેપ્શનમાં લખ્યું, “ભારતીય ટીવીનો સૌથી લોકપ્રિય શો તેની નવી સીઝન સાથે વાપસી કરવા જઈ રહ્યો છે.આ વખતે કપિલ શર્મા શોમાં પરિવારમાં નવા સભ્યો ઉમેરવામાં આવશે.” એટલે કે આ સિઝનમાં નવા કોમેડિયન પણ શોનો ભાગ બનતા જોવા મળી શકે છે.ચાહકોએ આ જાહેરાત જોતાની સાથે જ ટિપ્પણી વિભાગમાં સુનીલ ગ્રોવરને પાછા લાવવા વિશે લખ્યું. ચાહકો ઉત્સાહિત થઈ ગયા.

ચાહકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું આ વખતે સુનીલ ગ્રોવર ઉર્ફે ડોક્ટર મશુરી ગુલાટી શોમાં કમબેક કરશે? એક ચાહકે લખ્યું, “આપણે બધા કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરને ખૂબ મિસ કરીએ છીએ.”અન્ય એક પ્રશંસકે લખ્યું, “જો ડોક્ટર ગુલાટી પાછા આવી રહ્યા છે તો આ વખતે કપિલ શર્માના શોનું લેવલ અલગ હશે”. જોકે, સુનીલ ગ્રોવરે હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે તે આ વખતે કપિલના શોમાં જોવા મળશે કે નહીં.

