HomeGujaratમોરબી: સોખડા પ્રા. શાળામાં મધ્યાહ્ન ભોજન વિવાદમાં સુખદ અંત, ગ્રામજનોએ બાળકોને સાથે...

મોરબી: સોખડા પ્રા. શાળામાં મધ્યાહ્ન ભોજન વિવાદમાં સુખદ અંત, ગ્રામજનોએ બાળકોને સાથે રાખી ભોજન કર્યું

મોરબી તાલુકાના સોખડા ગામની પ્રાથમિક શાળામાં અનુસૂચિત જાતિની મહિલાને મધ્યાહન ભોજન ની કામગીરી મળતા ગામના બાળકો દ્વારા મધ્યાન ભોજન ન લેવાની ઘટના સામે આવી હતી. અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ તેમજ સમાજ કલ્યાણ વિભાગ ની ટીમ શાળાએ દોડી ગઈ હતી અને ગ્રામજનોને સમજાવ્યા હતા જે બાદ શનિવારના રોજ ગ્રામજનોએ શાળામાં બાળકો સાથે ભોજન લીધું હતું અને બાળકોને પણ શાળામાં મધ્યાહન ભોજન લેવા અપીલ કરવામાં આવી હતી.

આ તો કે ગામના સરપંચ મેહુલભાઈ થરેશા ગામના આગેવાનો શાળાના આચાર્ય બિંદિયાબેન રત્નાતર શાળાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને ગામની એકતા અતૂટ હોવાનો સંદેશ આપ્યો હતો તેમજ દોઢ મહિનાથી બાળકો મધ્યાન ભોજન ન લેતા હોવાનો જે વિવાદ ચાલતો હતો તેનો સુખદ અંત આવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW