HomeGujaratમોરબી-વાંકાનેર ડેમુ ટ્રેનના સમય બદલાવ ,9 ઓગસ્ટથી આ સમયે ચાલશે ટ્રેન

મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેનના સમય બદલાવ ,9 ઓગસ્ટથી આ સમયે ચાલશે ટ્રેન

પશ્ચિમ રેલવેએ વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનના સમય 9મી ઓગસ્ટ, 2022થી ફેરફાર કરવામાં આવશે . રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ અભિનવ જેફના જણાવ્યા મુજબ વિવિધ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે જે નીચે મુજબ છે.

1) ટ્રેન નંબર 09561 વાંકાનેર-મોરબી ડેમુ વાંકાનેરથી રાત્રે 22.10 વાગ્યે ના બદલે 10 મિનિટ વહેલા એટલે કે 22.00 વાગ્યે ઉપડશે અને મોરબી 22.45 વાગ્યે પહોંચશે.

2) ટ્રેન નંબર 09562 મોરબી-વાંકાનેર ડેમુ મોરબીથી સવારે 06.00 વાગ્યે ના બદલે 10 મિનિટ વહેલા એટલે કે 05.50 વાગ્યે ઉપડશે અને વાંકાનેર 06.35 વાગ્યે પહોંચશે.

3) ટ્રેન નંબર 09441 વાંકાનેર-મોરબી ડેમુ વાંકાનેરથી 07.10 વાગ્યે ના બદલે 10 મિનિટ વહેલા એટલે કે 07.00 વાગ્યે ઉપડશે અને 07.45 વાગ્યે મોરબી પહોંચશે.

4) ટ્રેન નં. 09442 મોરબી-વાંકાનેર ડેમુ મોરબીથી સવારે 08.10 વાગ્યે ના બદલે 15 મિનિટ વહેલા એટલે કે 07.55 વાગ્યે ઉપડશે અને વાંકાનેર સવારે 08.40 વાગ્યે પહોંચશે.

5) ટ્રેન નંબર 09439 વાંકાનેર-મોરબી ડેમુ વાંકાનેરથી રાત્રે 19.20 વાગ્યે ના બદલે 20 મિનટ વહેલા એટલે કે 19.00 વાગ્યે ઉપડશે અને મોરબી 19.45 વાગ્યે પહોંચશે.

6) ટ્રેન નંબર 09440 મોરબી-વાંકાનેર ડેમુ મોરબીથી રાત્રે 20.20 વાગ્યે ના બદલે 20 મિનિટ વહેલા એટલે કે 20.00 વાગ્યે ઉપડશે અને વાંકાનેર 20.45 વાગ્યે પહોંચશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW