HomeGujarat"દારૂબંધીના ધજાગરા" મોરબી પાલિકા કચેરીના મેદાનમાં જ દેશી દારૂનો પેક લગાવતા શખ્સનો...

“દારૂબંધીના ધજાગરા” મોરબી પાલિકા કચેરીના મેદાનમાં જ દેશી દારૂનો પેક લગાવતા શખ્સનો વિડીયો વાયરલ

એક તરફ રાજ્ય સરકાર ગુજરાતમાં કડક દારૂબંધી થતી હોવાના દાવા કરી રહ્યું છે તાજેતરમાં બોટાદમાં બનેલ લઠ્ઠાકાંડને કેમિકલ પીવાથી મોત થયા હોવાનું રાજ્યમાં દેશી દારૂ ન વેચાતો હોવાનું સાબિત કરવા ધમપછડા કર્યા આ ઉપરાંત રાજ્યભરમાં પોલીસને પણ દેશી દારુની ભઠ્ઠી તેમજ વેચાણ બંધ કરાવવા આદેશ કર્યા હતા જે બાદ પોલીસે એક સપ્તાહ સુધી દારૂની વિવિધ જગ્યા પર દરોડા કરી પોતાની ફરજ પૂરી કરી હોવાના દાવા કર્યા પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો હોય દેખાતું નથી કારણ કે મોરબી શહેરમાં હજુ પણ ચોરી છુપે અથવા રહેરારાહે દારુનું વેચાણ ચાલુ જ છે અને તેનો વધુ એક પુરાવો મોરબી પાલિકા કચેરીના ગેટ અંદર મેદાનમાં જોવા મળ્યો હતો.

વિડીયો જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો….

https://fb.watch/eH9tTG89l3/

મોરબીના નગરપાલિકા કચેરીના મેદાનમાં વહેલી સવારે એક વ્યકિત જાહેરમાં દેશી દારૂની ઢીચતો હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો હતો આ વિડીયો માં એક વ્યકિત જાહેરમાં દારૂ પી રસ્તામાં પોટલી ફેકી નીકળી ગયો હતો.ઇન્ડીયા એકઝેટ ટીમ દ્વારા સ્થળ તપાસણી કરવા પહોચી તો શખ્સ ફરાર થઇ ગયો હતો પણ જાહેરમાં ફેકેલી દારૂની પોટલી જેમને તેમ પડી છે
મોરબીમાં પોલીસ દારૂબંધીની કડક અમલવારી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે પણ હકીકત તો એજ છેકે જીલ્લામાં હજુ પણ દેશી દારૂની હાટડીઓ ધમધમે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW