HomeGujaratઅનોખો સેવા યજ્ઞ: બીમાર ગૌધનને સાજા કરવા 1000 જેટલા પશુઓને લાડુનું વિતરણ

અનોખો સેવા યજ્ઞ: બીમાર ગૌધનને સાજા કરવા 1000 જેટલા પશુઓને લાડુનું વિતરણ

પોરબંદરમાં લમ્પી વાયરસનું ઇન્ફેક્શન ખૂબ જ ફેલાઇ રહ્યું છે અને શહેરના વિવિધ વિસ્તારમાં આવા અસંખ્ય પશુઓ રસ્તે રઝળી રહ્યા છે. પોરબંદર શહેરની સામાજિક સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેર્રીટેબલ ટ્રસ્ટ તરફથી પશુ તબીબના માર્ગદર્શન હેઠળ બીમાર ગૌ ધનને વહેલા સાજા કરવા પૌષ્ટિક લાડુ આપવામાં આવી રહ્યા છે.

પશુઓને ભોજન: દરરોજ 1000 જેટલા પશુઓને ભોજન આપવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ મોટી સંખ્યામાં દાતાઓ પણ સહકાર આપી રહ્યા છે. આ લાડુ પશુઓ માટે આરોગ્યપ્રદ છે. ટ્રસ્ટના ચેરમેન રામદેવ મોઢવાડીયા થોડા દિવસ પહેલા કડીયા પ્લોટ,મીલપરા,ઝુંડાળા વગેરે વિસ્તારમા લમ્પીગ્રસ્ત પશુઓ જોવા ગયા ત્યારે જાણવા મળ્યું કે, લમ્પી વાયરસનો શિકાર થયેલ ગૌધન વાયરસમાંથી રીકવર થાય ત્યારે મોઢામાં ચાંદા પડવાથી લીલુ કે સુકુ ઘાસ ખાઇ શકતા નથી.

નબળાઈ આવે છે: જેનાથી ગૌધનને અશક્તિ અને કમજોર પડી જવાને કારણે ધીમે ધીમે મોતના મુખ સુધી પહોંચી જાય છે,પરંતુ જો આ પ્રકારના ગૌધનને પોષણક્ષમ હળદર સાથેના લાડવા ખવડાવવામાં આવે તો તેઓ સહેલાઇથી આરોગી શકે અને લમ્પીગ્રસ્‍ત પશુને ઘણી જ રાહત મળે તેમ છે. આ પ્રકારની માહિતી મળતા તેમણે હળદર સાથેના પોષણક્ષમ લાડવા ગૌધનને ખવડાવવાનો નિર્ધાર કર્યો હતો.

એસેસી ગ્રાઉન્ડ ખાતે ભીમેશ્વર મહાદેવ મંદિરે આ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં ભીમેશ્વર મહાદેવ મંદિર મહિલા સત્સંગ મંડળ, બાબુજતી બાપુના આશ્રમના સેવકગણ અને શહેરના જીવદયા પ્રેમીઓનો સહયોગ સાંપડી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW