HomeGujaratવાલીઓ સાવધાન:રમતમાં બહેનના હાથમાંથી સળગતી દીવાસળી ભાઈ પર પડી દાઝી જતા 6...

વાલીઓ સાવધાન:રમતમાં બહેનના હાથમાંથી સળગતી દીવાસળી ભાઈ પર પડી દાઝી જતા 6 મહિનાના બાળકનું મોત

માચીસ કે અન્ય જ્વલંતશીલ પદાર્થથી રમત રમતા નાના બાળકોના હાથેથી ક્યારેક બહુ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે હળવદ પંથકમાં બનેલા એક બનાવથી વાલીઓએ સાવધાન થઇ જવાની જરૂર છે. બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામમાં રહેતા અને ખેતમજુરી કરતા મુકેશભાઈ ચૌહાણ નામના શ્રમિકની ૩ વર્ષની દીકરી માચીસથી રમતી હતી રમત રમતામાં તેના હાથમાં રહેલી દીવાસળી સળગતા દીવાસળી હાથમાંથી પડી ગઈ હતી જે જગ્યાએ દીવાસડી પડી હતી ત્યાં તેનો ૬ મહિનાના નાનો ભાઈ રાજેશ સુતો હતો અને તેના પર ચાદર ઓઢાડેલી હતી આ ચાદર પર દીવાસળી પડતા તરત જ આગ પકડી લીધી હતી અને ૬ મહિનાનો રાજેશ ગંભીર રીતે દાઝી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે આં અંગે અકસ્માત મોત અંગેની નોધ કરી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW