HomeGujaratપશુઓના ઇન્જેક્શનનો શંકાસ્પદ જથ્થો જપ્ત, લેબમાં થશે તપાસ

પશુઓના ઇન્જેક્શનનો શંકાસ્પદ જથ્થો જપ્ત, લેબમાં થશે તપાસ

રાજકોટ સહિત રાજયભરમાં લમ્પી વાયરસને પગલે હજારો પશુઓ મોતને ભેટી ચૂકયા છે ત્યારે પશુઓને અપાતા પ્રતિબંધિત દવા અને ઈન્જેકશનો વેંચતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાથી રાજકોટ પોલીસે એકશનમાં આવી છે.

SOG ના દરોડા: રાજકોટમાં એસઓજીએ સામા કાંઠે સંતકબીર રોડ પર આવેલ કરીયાણાની દુકાનમાં દરોડો પાડી શંકાસ્પદ પશુઓને દુધ વધારવા માટે આપવામાં આવતી દવા ભરેલી ઇન્જેક્શનની બોટલોનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે શંકાસ્પદ પ્રવાહીની 99 બોટલ ઉપરાંત વેટરનીટી સોય અને સીરીઝ કબજે કરી દુકાનદારને ઝડપી લીધો છે. આ અંગે શંકસ્પદ પ્રવાહીનો જથ્થો એફએસએલમાં મોકલી અપાયો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ દુકાનદાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મોટો જથ્થો સિલ: પશુધનમાં જોવા મળતા લમ્પી વાયરસ અનુસંધાને દુધાળા જાનવરોને ગેરકાયદેસર રીતે જુદા-જુદા કેમીકલ મિશ્રીત દવા તથા ઈજેકશનો કે જે સરકાર દ્વારા પ્રતિબંધીત કરવામાં આવેલા હોય તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતા હોવાનુ જાણવા મળેલું માન્યતા પ્રમાણે આવી દવા તથા ઇન્જકશનનો ઉપયોગ કરવાથી દુધાળા જાનવરો વધુ દૂધ આપે પરંતુ તેનાથી દુધાળા જાનવરોને પણ મોટું નુકશાન થાય છે અને આ રીતે મેળવેલ દુધના ઉપયોગથી માનવ શરીરને પણ મોટું નુકશાન થતુ હોય તેવુ જાણવા છતાંય લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતુ હોવાની બાતમી એ સ.ઓ.જી.પો.સબઈન્સ. ડી.બી.ખેર ને મળતા આવા ઇસમો વિરુધ્ધ કડક કાયેવાહી કરવા ઉપરી અધીકારી તરફથી મળેલ સુચના અન્વયે એસ.ઓ.જી.પો.ઇન્સ.જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. ડી.બી.ખેરે એસ.ઓ.જી.ના સ્ટાફ સાથે સંતકબીર રોડ પર આવેલી શકિત કિરાણા ભંડાર નામની દુકાનમાં રેડ કરી. શંકાસ્પદ પ્રવાહી જથ્થો ભરેલ બોટલો (નંગ 99 કિ.રૂૂ. 4,950) વેટરનીટી સોય નંગ 85 (કિ.રૂૂ. 255), સીરીઝ નંગ 38 (કિ.રૂૂા. 100) કબ્જે કરી દુકાનદાર આશિષભાઈ કેશુભાઈ કોટેચા (રહે.શ્રી રામ સોસાયટી શેરી નં.3 આર.ટી.ઓ.પાછળ રાજકોટ)ની ધરપકડ કરી હતી.

શંકાસ્પદ પ્રવાહીની એફ.એસ.એલમાંથી રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહીકરાશે તેમ જાણવા મળ્યું છે.આ કામગીરી પીએચઆઈ ડી.બી.ખેર એ.એસ.આઈ. વિરમભાઈ ધગલ હે.કો.-મોહીતસિંહ જાડેજા – કૃષ્ણદેવસિંહ જાડેજા – ઇન્દ્રસિંહ જાડેજા દિગ્વીજયસિંહ ગોહીલ હાર્દીકસિંહ પરમાર-રણછોડભાઈ આલ દ્વારા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW