HomeNationalહવે અર્પિતા મુખર્જીની ત્રણ કંપનીની તપાસ, કરોડોનું કૌભાંડ ખૂલવાની આશંકા

હવે અર્પિતા મુખર્જીની ત્રણ કંપનીની તપાસ, કરોડોનું કૌભાંડ ખૂલવાની આશંકા

પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના ભૂતપૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની સાથી અર્પિતા મુખર્જીની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે. અર્પિતાના ઘરમાંથી કરોડો રૂપિયા જપ્ત કર્યા પછી ઈડીએ હવે તેની 3 કંપનીઓની તપાસ શરૂ કરી છે. ઈડીને આશંકા છે કે પાર્થ ચેટર્જીની સાથી હોવાના કારણે અર્પિતાને આ કંપનીઓમાં ડિરેક્ટર બનાવાઈ હતી. આ કંપનીઓની તપાસમાંથી અનેક રહસ્યો સામે આવી શકે છે. દરમિયાન અર્પિતાની ચાર લક્ઝરી કાર ગુમ થઈ ગઈ છે. ઈડીએ તેની શોધ શરૂ કરી દીધી છે.

કાગળ પરની કંપની: સિમ્બિઓસિસ મર્ચન્ટ્સમાં અર્પિતાને ૨૧મી માર્ચ ૨૦૧૧ના રોજ ડિરેક્ટર બનાવાઈ હતી. કાગળ પર આ કંપની વિવિધ પ્રકારના સામાનનો જથ્થાબંધ વેપાર કરે છે.

કાર ગાયબ: દરમિયાન અર્પિતા મુખરજીની ચાર લક્ઝરી કાર ગાયબ હોવાનું જણાયું છે, જેમાંથી બે કાર અર્પિતાના નામે અને બે કંપનીના નામે રજિસ્ટર્ડ હતી. ચારેય કાર ડાયમંડ સિટી કોમ્પ્લેક્સમાંથી ગાયબ થઈ છે. ઈડીએ જે દિવસે અર્પિતા મુખરજીના ડાયમંડ સિટી સાઉથ એપાર્ટમેન્ટ પર દરોડો પાડયો હતો, તે દિવસે ઈડીને સ્થળ પરથી ચાર કાર મળી હતી. સૂત્રો મુજબ ઈડીએ આ સ્થળે ફરી તપાસ કરી તો ચારેય લક્ઝરી કાર ગાયબ થઈ ગઈ હતી. હવે ઈડી આ કાર ક્યાં ગઈ અને કોણ લઈ ગયું તેની તપાસ કરી રહી છે અને આ કારને પણ ઈડી જપ્ત કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW