મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં રેહતા ધવલભાઇ મુકેશભાઇ મહેતા નામની વ્યક્તિ જય ડેવલોપર્સની
પેઢીમાં ભાગીદાર હોય આ પેઢીમાં આરોપી મંજુલાબેન રજનીકાંતભાઇ મહેતા હેતલબેન રજનીકાંત શાહ પણ જય ડેવલોપર્સમાં ભાગીદાર હતા તેઓઆ પેઢીના કુલમુખત્યારના વહીવટી કામથી સહમત ન હોય જેથી હેતલબેન તેમજ મંજુલાબેને રજનીકાંતભાઇ હિમંતલાલ મહેતા હનીશભાઇ અજયભાઇ શાહ સાથે મળી મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાય મોલના બેંકવેટ હોલના ભાડાની રકમના રૂપીયા 1,93,605 જેટલી રકમ અલગ અલગ પાર્ટી પાસેથી મેળવી લીધી હતી બાદમાં આરોપીરજનીકાંતના
કહેવાથી નિલેશભાઇ વોરા તથા પંકજભાઇ દવે મારફતે બેંકવેટ હોલના બુકીંગના નાણા આરોપીઓએ ભાગીદારી પેઢી યુનિક ફુડક્રાફટ એલ.એલ.પી.ના ખાતા નંબર 59209820953એચ.ડી.એફ.સી. બેંક મુંબઇમાં તથા કોસ્મોસ બેંકના યુનિક ફ્રુડ ક્રાફટ એલ.એલ.પી. પેઢીના બેંક એકાઉન્ટ નંબર 08310011002141 મોરબીમાં જમા કરાવડાવી ફરીયાદીએ આ રકમ જય ડેવલોપર્સની પેઢીમાં ટ્રાન્સફર કરી જમાકરાવવા અવાર નવાર કહેવા છતા આ કામના આરોપીઓએ આ ભાડાની રકમ માંગવાનુ ભુલી જજો
અને હવે પછી જો આ રૂપીયાની માંગણી કરશો તો સારવાટ રહેશે નહી. તેમ કહી ફરી.ને જાનથી મારી નાખવાની
ધમકી આપી આ કામના આરોપીઓએ જય ડેવલોપર્સ પેઢીને આપવાનીભાડાની રકમ ઓળવી જઇ ફરીયાદી
તથા અન્ય ભાગીદારો સાથે વિશ્વાસઘાત કરી તેમજ ધાક ધમકી આપી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

