HomeGujaratલઠ્ઠાકાંડ: જ્યાંથી સપ્લાય થયો હતો મોતનો સમાન એ કંપની આખરે સિલ

લઠ્ઠાકાંડ: જ્યાંથી સપ્લાય થયો હતો મોતનો સમાન એ કંપની આખરે સિલ

કેમિકલ કાંડમાં અમદાવાદની એમોસ કંપની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેમિકલ કાંડ મામલે હવે મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. સમગ્ર કેમિકલ કાંડનું મૂળ કહેવાતી AMOS કંપની પાસે કેમિકલ લાયસન્સ ન હોવાનું બહાર આવ્યું હતું. હવે એએસમી સોલિડ વેસ્ટ વિભાગે નિયમ અનુસાર લેનાર લાયસન્સ ન હોવાની નોટિસ અને સીલની કામગીરી કરી છે. AMOS કંપની પાસેથી નસાબંધી અને આબકારી વિભાગે મિથેનોલ કેમિકલનો જથ્થો પણ સીલ કર્યો હતો. આજે એએસમી વિભાગે ફેક્ટરી પર તવાઇ બોલાવી છે.

કંપની સીલ: અમદાવાદની એમોસ કંપનીને સીલ કરી દેવામાં આવી છે,એમોસ કંપનીના મુખ્ય દરવાજા પર નોટિસ લગાવવામાં આવી છે કે જો આ સીલ ખોલવામાં આવશે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના આબકારી અને નાર્કોટિક્સ વિભાગ દ્વારા એમોસ કંપનીને ‘સીલ’ કરવામાં આવી છે. આથી આરોગ્ય અને સોલિડ વેસ્ટ વિભાગે એમોસ કંપનીના મુખ્ય દરવાજા પર લાયસન્સ વગર ધંધો કરવા બદલ નોટિસ લગાવી છે. આ સીલ ખોલવા માટે રૂ. 1 હજારથી રૂ. 2 લાખ સુધીના વહીવટી શુલ્ક – દંડ વસૂલવામાં આવશે.

ફાયર બ્રિગેડના એસ્ટેટ-ટીડીઓ અને એનઓસીના અભિપ્રાયના આધારે બીયુ/ઇમ્પેક્ટ ફી પ્રમાણપત્રના આધારે લાઇસન્સ જારી કરવામાં આવે છે. રોજીદ, બરવાળા અને ધંધુકામાં રમખાણો માટે મિથેનોલ સપ્લાય કરવા બદલ એમોસ કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે. મુન. આમોસ કંપનીએ તપાસ કરતાં લાયસન્સ લીધું ન હતું આમ, મુન. લાયસન્સ વગર ધંધો કરવા બદલ એમોસ કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW