HomeNationalરાજ્સ્થાનના બાડમેર પાસે મિગ એરક્રાફ્ટ ક્રેશ, 2 પાઈલટ શહીદ, જુઓ વિડિઓ..

રાજ્સ્થાનના બાડમેર પાસે મિગ એરક્રાફ્ટ ક્રેશ, 2 પાઈલટ શહીદ, જુઓ વિડિઓ..

રાજસ્થાનના બાડમેરમાં વાયુ સેનાનું એક લડાકૂ વિમાન મિગ ક્રેશ થઈ ગયું છે. મિગ ક્રેશ થયા બાદ કાટમાળમાં આગ લાગી ગઈ છે. ઘટનાસ્થળ પર પોલીસથી લઈને એરફોર્સ ટીમ રવાના થઈ ગઈ હતી. મિગ ક્રેશ થયા બાદ 1 કિલોમીટર સુધી કાટમાળ પડ્યો છે. આ વિમાન બાયતૂ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં બંને પાયલટોના મોત થયા છે.

મોટી આગ લાગી: ગુરૂવારે રાત્રે આશરે 9 કલાકે ભારતીય વાયુસેનાનું લડાકૂ વિમાન મિગ 21 દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. જિલ્લા કલેક્ટર લોકબંધુ યાદવે જણાવ્યુ કે ઘટના જિલ્લાના બાયતૂ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ભીમડા ગામની પાસે બની જ્યાં થોડે દૂર વિમાન ક્રેશ થયા બાદ જમીન પર પડી ગયું અને તેમાં આગ લાગી હતી.

વિમાનમાં બે પાયલટ સવાર હતા, જેના મૃત્યુ થઈ ગયા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ તંત્રની ટીમ બચાવ કામગીરી માટે તત્કાલ રવાના થઈ હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહે લડાકૂ વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવા પર ભારતીય વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સાથે વાત કરી છે. વાયુ સેના પ્રમુખે તેમને ઘટના વિશે વિસ્તારથી જાણકારી આપી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW